વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીકરી હાલી.. 1.0

"દીકરી હાલી 1.0"

 

લાગે 

ગોજારી

બસની

બારી

પળમાં

હાલી

હાથે 

નોટ

માની 

ખોટ

દિલમાં

ચોટ

મુકુ

દોટ

સાવ

અંધારુ

ઘર

નોઘારુ

ગામથી 

બારુ

ફળિયું

મારું

કેમ

વિસારુ

એકલી

માત

ઘરડો

બાપ

ખૂબ

રડશે

ઢોલીએ

પડશે

કાઈ

જડશે

કોરે

બેસી

હિબકા

ભરશે

આંખો

વરસે

મુખડું

તરસે

શું

કરશે

આજ 

ના

ખાશે

ટીપે

નાશે

કેમ 

કરું

હું

પાછી

ફરું

હું 

આમ

ઝુરું

હું

કપરો

દાડો

ગયો

સીમાડો

યાદો

ઉભરી

બોલે

ચિબરી

એક

વખતમાં

વીર

ઉભો'તો

આંખે

ફોટો

હાથે

લોટો

બેની

જાતી

પાંપણ

નાતી

કાળજ

કંપે

નથી એ

ભાઈ

દુઃખની

ખાઈ

માથે 

આભ

કેવું

તૂટ્યું

વારસ

છૂટ્યું

આંગણ

વિધાતાએ

લૂંટયું

ડુસકા

ભરતી

જાવ

વલુંરતી

કોનો

આધાર

આંખ

ચોધાર

બધુએ

ભૂલી

રાંધે

થુલી

તાવડી

તેર

જીવન

ઝેર

કાળો

કેર

પાણી

પીધું

જોયું

સીધું

બહુ

ગઈ

દૂર

હણાયું

નૂર

ખારું

પુર

હાથો 

જોડ્યા

શમણાં

છોડયાં

પગમાં

ખાલી

અંતર

નાદ

દેવને

સાદ

રખોપે

રામ

ભલાવી

નામ

એક

નિસાસો

એક

દિલાસો

પાછી

આવીશ....

આવીશ....

આવીશ....

લાડકા....

લાવીશ....

લાવીશ

મા

હું

આવીશ...

 

દિકરી હાલી.....1.0

 

©પાર્થ ખાચર

શિક્ષકશ્રી ચાચરિયા પ્રા.શાળા(બરવાળા)

"વળાવી બા આવી..2.0" કાલની રચના વાંચ્યા બાદ ઘણાં મિત્રોના કોલ આવ્યાં.... એમાંથી મારા પરમ મિત્ર નરેન્દ્ર જોશીના સાળા સાહેબ અને સાવરકુંડલા રહેતા મલયભાઈ સાથે આ બાબતે ખૂબ ગોષ્ઠી કરી...એમનો રાજીપો પામી ધન્ય....સાથે એક રચના બીજ આપ્યું કે સાહેબ માવડીને અને ઘરને છોડી જાતી ...બસની બારીએ રોતી... માને જોતી એ દીકરીના ભાવો લખો..... બસ નમ આંખે એ થોડા ભાવો આલેખાયાં.... મલયભાઈ અને મુકેશભાઈ સોજીત્રાને આભારી આ ભાવ સ્પંદન...



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ