વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દેખાય છે

દેખાય છે!


મને ચારે બાજુ અજાયબી દેખાય છે!


આ દુનિયા મને અજાયબી દેખાય છે!



આ વરસોથી વહેતા ખરખર પાણીમાં 


તરસ નામ ના તેજસ્વી દેવ દેખાય છે!



વગર બોલાવે આવી ચડતા આસમાને 


ઊગતા સૂરજમાં નવા શ્વાસ દેખાય છે!



ચાંદ અને તારલાંઓની તો શું વાત કરવી!


એના પ્રતાપે અંધારામાં રોશની દેખાય છે!



એક દાણામાંથી મણ ફાલ થાય છે!


આ ડુંડાઓમાં તો માં નો પ્રેમ દેખાય છે!



હા, હાવભાવથી અંદાજો નાં કરી લેજો!

આંખમાં આશું હોઠે સ્મિત દેખાય છે!



જો કેવા કેવા દ્રશ્યો રચાયા છે'બુરહાન'!

ગરીબ આંગણે યાચકોની કતાર દેખાય છે!


બુરહાન 9 નવેમ્બર 2019






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ