ચા સુધી મિલન
કાશ !! કોઈ હોત જે વાતોમાં મળતું હોય,
મતલબની વાતો હાંસિયામાં ધકેલી બસ દિલથી મળતું હોય,
શબ્દોની રજુઆતમાં એની આગળ કોઈ ગોઠવણની જરૂર ના હોય..
કાશ !! કોઈ એવું હોય,
જેણે દિલમાં આપણી જગ્યા અલગ સંબંધથી બનાવી હોય,
વાતો બધી હોય પણ સ્વાર્થ ક્યાંય ના હોય,
વિશ્વાસ પૂરો હોય પણ તૂટવાની બીક ના હોય..
હા ! જેની આગળ દિલ ખોલીને મૂકી દેવાની પરવાનગી હોય,
કાશ !! કોઈ એવું હોય જે વાતોમાં જ મળતું હોય..
નાની ભૂલો સાથે પણ સ્વીકારતું હોય,
અને ફરી ફરી માફ કરી મનપસંદ જગ્યા પર મળતું હોય,
કાશ !! કોઈ એવું હોય જે વાતોમાં જ મળતું હોય..
પણ હા આ સબંધ પ્રેમી-પ્રેમિકાનો ના હોય,
કારણ પ્રેમમાં આ બધું બસ યાદો સુધી જ રહેતું હોય,
કાશ !! કોઈ બસ ચા માટે જ મળતું હોય..
:- સાર્થક પારેખ sp "દબદબો"
