વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાધા કૃષ્ણ

આજ તુ બહુજ સુંદર દેખાય છે

તારી સાથે વાતો કરવાનું મન થાય છે

સ્વપ્ન માં હમેશાં દેખાય છે

નિંદ્રાધીન અવસ્થા માં પણ મારું મોં મલકાય છે

તારું રિસાવું પણ પ્રિય લાગે

તારું ક્રોધિત થવું પણ પ્રિય લાગે

બસ તું રડીશ નહીં ક્યારેય

કેમ કે મને તે હૃદય માં કાંટા જેમ વાગે

શરમાળ તારો સ્વભાવ

રાખે તુ બધા પર દયા નો ભાવ

તુજ મારું ગીત

તુજ મારું મનમિત

તુજ મારી બાંસુરી નું સંગીત

તુજ મારી પ્રીત

હે રાધે તારા થકી હું મારા થકી તુ

તુજ મારું આભૂષણ  તુ મારી તૃષ્ણા

આમજ બનીએ રાધા કૃષ્ણ




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ