વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિધાતા

           વિધાતા

આ તે કેવો ખેલ રચાવ્યો હે વિધાતા

કે આ હાથની લકીરે તો ખાલી લીટા જ દેખાતા

વાંચી કોઈ ના અજબ સંકેત , અવતાર ધર્યા મા ને પેટ

કોઈ એંધાણ નથી સચવાતા

અહીં આવી તું અંધારી રાતે કેવા લેખ લખ્યા તે આ લલાટે

કે નથી કોઈથી વચતા

કોઈને બતાવી ખાલી ખેલ ને કોઈને આપી રાજમહેલ

આ તારા ભેદ નથી સમજાતા

આ અંતર ના સુખે દુઃખે, ને આ પેટની નજીવી ભૂખે

કેમ નસીબ નથી પરખાતા

યુગે યુગે લાંબી મજલ કાપીને જુગે જૂગે કંઇક વચન આપીને

હવે આંસુ ખેરી શાનેરે પછતાતા

આ પંખી તો ઉડ્યા મેકી બધી માયા, હવે શું પામવા કાજ હે પડછાયા

આ જગને ફરીથી દેખાતા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ