વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી વાતો

​તારા શબ્દો મને સુમધુર સંગીત લાગે,

​તારું બોલવું મારા માટે પંખીઓ નો કલરવ લાગે.

​તારું મારી સાથે હોવું મન ભર્યું લાગે,

​તારી મજાક મને હંમેશા વ્હાલી લાગે.

​તારું મને ગુસ્સે થવું વ્હાલું લાગે,

​તારી મુસ્કાન મારા ચહેરા પર મુસ્કાન લાવે.

​તારા બોલેલા શબ્દો મને મારા લાગે,

​તારા અને મારા મિલાપ ની ઘડી ઓ મને સુંદર લાગે.

​તારું મને રસ્તે ચાલતા કસી ને હાથ પકડવું વ્હાલું લાગે,

​તારા હાથમાં મારો હાથ સુંદર લાગે.

​~અનહદ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ