પૂજાય છે
"સાંજ" ઢળી છે , કૃષ્ણની વાંસળીના સૂર રેલાય છે.!
આઘે ઊભી ઊભી ગોપીઓ , પણ આજ હરખાય છે.!
વાંસળીના સૂર કાંઈક , રાધે રાધે શબ્દથી સંભળાય છે.!
રાધા ભૂલી ભાન , કાન સંગ રમવા રાસ દોડી જાય છે.!
ગોવાળીયો બનેલ કાન , પ્રેમ ભરી ધૂનથી મોહતો જાય છે.!
સમગ્ર સૃષ્ટિ પર અલોકિક , આનંદ જ આનંદ વર્તાય છે.!
રાધાથી કાન ને , કાન સંગ રાધા જોને કેવાં પૂજાય છે.!
બે સૂર ભેગાં મળી , રાધાકૃષ્ણ નામથી ચારેકોર રેલાય છે.!
"સાંજ" તરબદા✍
