તોડેલું ફૂલ
મતલબ માત્ર
મધમધતી ખુશ્બુ,
એટલેજ,
અચાનક તોડ્યું હતું,
એ એકમાત્ર ફૂલ,
ના જાણું હું,
પણ કેમ ?
હવે,
ક્ષણે ક્ષણે
ધીરે ધીરે,
મારી અંદર ઉગ્યા કરે છે.
ફેલાયા કરે છે,
વન, વગડો,જંગલ
અને
આંગળીઓના ટેરવે,
ઉગ્યા કરે છે, કાંટાઓ.
શ્વાસ મહીં,
છોલાવા લાગી ઈચ્છાઓ
ગણ ગણ કરતા મક્રંદ
ગુંજયા કરે છે,
મારા મનમાં, મસ્તિકમાં.
લાગતું મને,
ટપટપ ટપકતાં,
આં
સુ
ઓ
મારી ઉપર
કોઈ માળીના
➖➖➖➖➖➖➖➖➖
સંજય લુહાર
સુરેન્દ્રનગર
➖➖➖➖➖➖➖➖➖
