રે વા દે
હતો એ જેમ રે 'વા દે,
બદલવો કેમ રે 'વા દે.
લઈલે શ્વાસ મારા પણ,
હૃદયમાં પ્રેમ રે 'વા દે.
મળે સાતા જરા મુજને,
પ્રણયની નેમ રે 'વા દે.
અબોલા તો સહી લીધાં,
નજરથી રે 'મ રે 'વા દે.
ખરો હો પ્રેમ કે ખોટો,
ભલે હો વે 'મ રે 'વા દે.
- અંજના વેગડા
હતો એ જેમ રે 'વા દે,
બદલવો કેમ રે 'વા દે.
લઈલે શ્વાસ મારા પણ,
હૃદયમાં પ્રેમ રે 'વા દે.
મળે સાતા જરા મુજને,
પ્રણયની નેમ રે 'વા દે.
અબોલા તો સહી લીધાં,
નજરથી રે 'મ રે 'વા દે.
ખરો હો પ્રેમ કે ખોટો,
ભલે હો વે 'મ રે 'વા દે.
- અંજના વેગડા