વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉછરંગ છો ઉત્સવ તણો



પ્રકાર:- ગઝલ 

શીર્ષક:- ' *ઉછરંગ છો ઉત્સવ તણો'* 


ગાગાલગા-૪


દીપક દયાનો દિલ મહીં પ્રગટાવ તો દીપાવલી!

કરૂણા તણું ઓઢી ગવન,  ખર્ચાવ તો દીપાવલી!


તન મન મહીં ઉત્સાહ આંજી દે, દિવાળી છે બારણે, 

હર ઘર મહીં ઉજાસને પથરાવ તો દીપાવલી!

 

ઉછરંગ છો ઉત્સવ તણો, ભૂલાય ના લાચાર જન,

નૈરાશ્ય નાથી, આશ દઇ મલકાવ તો દીપાવલી!


આ રંક જન તો અંધશ્રદ્ધામાં સદા અટવાય છે, 

તું આગિયો થઇ, રાહ ને ઝળકાવ તો દીપાવલી! 


થઇ બાપડાં ઘૂમી રહ્યાં, ઓઢી નિરાશા ઓઢણું!

આશા તણો અંકુર થઇ, હરખાવ તો દીપાવલી!


પીપલીયા જીવતી(શ્રી)

ટંકારા, મોરબી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ