વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધીરજ



   કહેવાય છે ધીરજ નાં ફળ મીઠ્ઠા..

     ધીરજ કોઈને ધરવી નથી...


   ખેડૂત કરે ખેતી , ગજબની હિંમત રાખે...

    આવી જાય ક્યાંક માવઠું , તો ક્યારેક વરસાદ..


   મજબૂત મન રાખી , રાખે ધ્યાન ખેતરનું...

     ચોક્કસ સમયે પાકે ધાન , ખેડૂત રાજી થાય..


  પિતા પુત્રનો સંબંધ એવો , ખભે થી ખભો 

     મિલાવતા લાગે વરસો , સમજ , પિતાની આવે પુત્રમાં...


   માતાની લાગણી છલકાઈ જાય *ધીરજ*માં..

       ભાર થઈ જાય હળવો પિતાનો...


   ધીરજ રાખવી સહેલી નથી ...

      એમ ઉતાવળે ક્યાં પાકે આંબા...


   મોરના ઈંડા ચીતરવા નાં પડે...

      ગુણ ઉતરે પિતાના પુત્રમાં...


  જીવનમાં ધીરજ ખુબ મહત્વની સાબિત થાય...

    આખું વરસ પૂરું થાય ત્યારે માંડ પરિણામ આવે..


    ધીરજ તો રાખવી જ રહી ...

        જીવનમાં અને વ્યવહારમાં...

   

              છાયા ખત્રી , " યાત્રી " 

                         વિસનગર 


   

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ