હકીમ
*હકીમ*
એક્વાર તે કહ્યું હતું ને,
કે મારી પાસે સમય નથી!
અરે, આ તો ગુજરાતીનું ગીત છે,
આ તારા ગણિતનું પ્રમેય નથી!
કિનારે બેસી કાંકરીચાળો ન કર,
આ નદી છે, નાનું વહેણ નથી,
ખબર છે એને દરિયે મળવાનું છે,
એમાં મને કોઈ સંદેહ નથી!
એક બપોરે તું મને મળી હતી,
એ વાત હજુ ભૂલાતી નથી!
છતાં તું હજી વિચારે છે કે
મને તારી કમી વરતાતી નથી!
વાત છોડી દેજે તું પાછા આવવાની,
એ બાબતે મને યકીન નથી,
પીડા ઘણી વેઠું છું "આસ્વાદ"
પાછું તારા સિવાય કોઈ હકીમ નથી!
સ્મિત અજાણી "આસ્વાદ"
