ગુજરાતી
એક ઉત્તમ વ્યક્તિત્વનું સર્જન કેવી રીતે થઇ શકે.
એ વ્યક્તિમાં એક પ્રબળ ઈચ્છા હોવી જોઇએ કે મારે એક સારામાં સારી વ્યક્તિ બનવું છે.તે વ્યકિત સારા- ખરાબ અનુભવોથી ઘડાયેલી હોવી જોઈએ.
ખૂબ સહનશકિત વાળી હોવી જોઈએ. તે અમુક વ્યક્તિ કે કાર્ય થી પ્રેરાયેલી હોવી જોઇએ. ખૂબ સારા પુસ્તકો વાંચીને પોતાના જીવનમાં એ પુસ્તકોના વિચારો આચરણમાં મૂકવા જોઈએ. ઘણા બધા દુઃખોમાંથી પસાર થયેલ વ્યક્તિ જો સારા કાર્ય કરવા પાછળ પ્રેરાય તો તે ઉત્તમ વ્યક્તિ બની શકે. વ્યક્તિની અંદર રહેલા વિચારો કે કલાનો સદુપયોગ કરવો જોઈએ. વાતાવરણ,સામાજિક, આર્થિક પરિબળો પણ સારા વ્યક્તિ બનવા પાછળ જવાબદાર છે.આ પરિબળો પોઝિટિવ કે નેગેટિવ હોય પણ એ વ્યક્તિ એ પોતાના જીવનમાં પોઝિટિવ રીતે ઉતારવા જોઈએ.
-અનુભવની ડાયરી -
- સુરેશ વાળા
