વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાત્રકના‍ં કાંઠે ૧

       ગામડું એટલે દેશનો પ્રાણ ને ખેડૂત એટલે ગામડાનો પ્રાણ ગામડા ની ધરતી સાથે જડાઈ ગયેલા ને 'જગતના તાત' નું બિરૂદ પામેલા ખેડૂત નું દર્શન એટલે રાષ્ટ્રપ્રાણનું

દર્શન ?

      ટાઢ,તડકો ને વરસાદ વેઠી કાળી મજૂરી કરી અન્ન પકવે એ ખેડૂત અન્ન પકવી બધાને અર્પણ કરે દરેકને હિસ્સો પહોંચાડ્યા પછી વધેલું પોતાના ઘરે લઈ જાય. એ ખેડૂત થકી જ ગામડું ટક્યું છે આથી તો ગામડાનો પ્રાણ કહેવાય છે ખેડૂત.

       વાત્રક કાઠાંનું બાલપુર નામે ગામની આ વાતને ઘણાં વર્ષોના વહાણા વિતી ગયા‌. પણ ત્યાંની લોકવાયકાઓ, લોકકથાઓ માં આજે પણ કાળુ અને રૂપલી ને લોકો યાદ કરે છે. બંને આ મલકના પ્રેમીઓ હતાં તેઓના પવિત્ર પ્રેમની વાતો લોકોને આજે પણ યાદ છે. તેઓની પ્રેમ કહાનીઓ વાત્રકના કાંઠે ફૂલીફાલી હતી વાત્રકનો કાંઠે એટલે

         વાત્રક નદીના કાંઠે પ્રકૃતિ પૂરબહારમાં ખીલેલી જોવા મળે છે. તેમાંય વહેલી પ્રભાતે આ વાત્રકના કાંઠાનું સૌંદર્ય અનોખું. ઊગતા સૂર્યના બાલકિરણો નદીના ખળખળ વહેય  જતા પાણીમાં સોનેરી પટ્ટા પાડતા હોય. એ જોઈને અનેરો આનંદ થાય એ વખતે તો વરસાદ મન મૂકીને વરસતો અત્યારે તો એવો જોવા નથી મળતો.

        અષાઢી બીજ ની રાતે આકાશ ચગડોળે ચડ્યું પાછલી રાતે ધરતી પર વાવાઝોડાનું ઘમસાણ મંડાણું. કૂકડો બોલતા તો ધરતી અને આભ એકતાર થઈ બેઠા ને વહેલી પરોઢ થતાં થતાં તો  મેહુલો ગડગડાટ કરતો ડુંગરોની ઓતરાદી હારમાળા ચાલતો થયો. વાયરા વંટોળ અને વીજળીઓ લશ્કર સાથે જતા સરંજામ ની જેમ અલોપ થઈ ગઈ.

         એક રાતમાં ધરતીએ જાણે પાસુ ફેરવી નાખ્યું. ગઈકાલે તો એ... શ્વાસ રૂંધાઈ જાય એવી વરાળો કાઢતી હતી. જ્યારે આજે એના પર લાંબા થઈને ઊંઘી જવાનું મન થાય એવી ઠંડી  પોચી અને રળિયામણી બની બેઠી હતી. ઝરમર ઝરમર વરસાદ ના ફોરાં પાડતા હતા ખાણોને ખાબોચિયા છલકાઈ રહ્યા હતા. જ્યારે દેડકાનું તો જાણે જાતજાતના સુર કાઢી રહ્યા હતા. જાખરા જેવી લાગતી પેલી વનરાજી આજે એકજ રાતમાં જ મરક મરક હતી રહી હતી. પક્ષીઓ પણ આભના કોઈક ખૂણામાંથી ટોળાબંધ ઉતરી આવ્યા ન હોય. રમવાને વરસાદના વધામણા કરવા માટે એ ટાણે મોર ટહુકતો હોય ટેહું ટેહું...

        અષાઢ મહિનો એટલે વ્રતોનો મહિનો ગામની દીકરીઓ વહુંવો વાત્રકના કાંઠે શિવાલયે પૂજા કરવા આવે આજે કાળું એ રુપલી અને મધલીને સાથે મંદિરે પૂજા કરવા આવતા સાથે જોયા એમની હારે ગોમની બીજી છોરીઓ પણ હતી. કાળું એટલે ગોમનો એક ખેડૂત યુવાન જે ભણેલો ઓછું પણ વહેવારૂ વધારે. દેખાવે સપ્રમાણ ઊંચો રંગે ગોવર્ણો ને મજબૂત ખડતલ બાવીસ વર્ષનો યુવાન એના બાપા જેવો જ લાગતો એના બાપ તો નાનપણમાં જ મોટે ગામેતરે જયા હતા. વિધવા મા એ  એને લાડકોડથી મોટો કર્યો માનું નામ જીવી ડોશી એ પણ સંસ્કારી અને બીજા પ્રત્યે પ્રેમભાવ રાખવાવાળા. આખું ગામ તેમને વખાણે કે કેવી સંસ્કારી બઈ પોતાનું જીવતર ભરી જવાનીમાં ઘરવાળો સુખો આમલક માય એકલી મૂકીને જતો રહ્યો. અને હા આખું આયખું કાળું પાછળ કાઢ્યું. આખા ગામમાં આમનું ખોરડું ઉજળું કહેવાતું. સામે રૂપલીનો બાપુ પણ ગોમનો મુખી એટલે રુપલી બધી જ સુખ સાયબી માં ઉછરેલી એક નાનો ભય સુખી પરિવાર આજુબાજુના ગામડાઓમાં એના બાપ ધનજી નું નામ હારા માણહ તરીકે લેવાતું. આમ તો રૂપા એનું નામ પણ ગોમના લોકો અને સખીઓ રુપલી કહી લાડમાં બોલાવતા નામ પ્રમાણે એના ગુણ ખૂબ ધોળી દૂધ જેવી, ઉંચીએ ખરી વિધાતાએ જાણે કોઈ કલાત્મક મૂર્તિ કંડારી હોય તેવી દેખાય. ઉપરથી નીચે સુધી જાણે જોયા કરીએ હરગની કોઈ અપસરા હોય તેવી લાગે. અને પેલી મધલી કોઈ ઓછી સુંદર નહોતી શંકરને પ્રસન્ન કરવા કોઈ શામળી ભિલડીનો રૂપ લઈને આ પૃથ્વી ઉપર આવી હોય તેવી ઉંચી શ્યામ અને ખડતલ બાંધાવાળી સાગના સોટા જેવી સ્વભાવે તીખી મરચા જેવી અને બોલકણી માથાની ફરેલ.  કોઈ એનું નામ લેતા સો વાર વિચારે ગરીબ ઘરની છોડી મધલી અને રુપલી બાળપણથી જ સાથે મોટી થયેલી. ઉંમરે બંનેની સરખી જાણે બંને બહેનો હોય તેઓ બંને નો હેત બંનેને એકબીજા વગર ચાલે નહીં. બંનેના મકાન પણ એક ફળિયામાં આજુ બાજુના મકાન ગામના પાછલા ફળિયામાં પછી થી સીમ ચાલુ થઈ જાય. એટલે કાળુ ના મકાન આગળથી રસ્તે સીમા આવ-જા કરતા લોકોની અવરજવર દેખાય આ કાળું રુપલી અને મધલી ત્રણે બાળપણના મિત્રો સાથે રમેલા નેહારે (શાળા)  ગયેલા. વાત્રકને કાંઠે રખડેલ આ અને નદીમાં ખુબજ ધુબાકા મારી નાહેલા. ભેંસો ચરાવવા કાળુ અને મધલી જતા. ત્યારે રુપલી સાથે થઈ જતી. ઘણી વખત મોડું થઈ જતું તો  રુપલી ને એની માનો માર પણ ખાવો પડતો. પણ તોયે ત્રણેએ બાળપણમાં ઘણી બધી મજા કરેલી પણ હવે ધીરે ધીરે ત્રણે મોટા થઈ ગયા હતા.

       હવે પહેલાં જેવા નાના હતા નહિ એટલે એકબીજા સાથે ઓછું મળવાનું થતું. રુપલી અને મધલી મળતા અને કાળુ ને યાદ કરતા. હવે તો કાળું મોટો થઈને ઘરની બધી જવાબદારી નિભાવતો હતો આમ તો સુખી ઘર પણ એતો કાળું ની રાત દાળાની કાળી મજૂરી ના લીધે. અત્યારે સારા દાડા હાલતા કાળો નીમા જીવી ડોશીને  હવે એક જ ઈચ્છા હતી. કાળુ ના લગ્ન કરાવીને હારી વહું લાવીને નિરાંતે પ્રભુભક્તિ કરું. પણ આ કાળું તો માનતો જ નહોતો કાળુ માટે આજુબાજુના ગામ ની ઘણી છોરીઓના માંગા આવી ગયા હતા. પણ તેને તે ગમાડતો જ નહોતો. એને કોઈ ગમતું જ નહોતું ચોહી ગમે નેનપણથી જ પેલી રુપલી ના રૂપમાં મોહી ગયો હતો. પાછી પેલી રૂપલીને કાળું માં જ પોતાના મન નો માણીગર દેખાતો હતો. પણ આ જ હૂદી કોઈ દિવસ બેનેયે  એકબીજા જોડે કોઈ વખત  આ વિશે વાત કરેલી નહીં. કાળુને એમ કે રૂપલી પેલ કરશે કેસે કે તું મને ગમે છે. અને રૂપલી એમ હું વળી બઈની જાત પહેલ તો પુરૂષને જ આગળ થઈને કેવું જોઈએ આવો તો બંનેનો નિર્દોષ પ્રેમ.

       ગામમાં કાળું ભેરુઓ પણ ઘણા માલજી, ભીમો, પશાકાકા, મંગળો, આ બધા કારણો ના બાળપણ ના ફેરવો ખાલી પશાકાકા આ બધામાં વડીલ મિત્ર છે. આ બધા સાથે ભળી ગયેલા થોડા ઘણા સુખી અને ગામમાં એમની નાની અમથી દુકાન એટલે આખા એ ગોમ ની ખબર રાખે સ્વભાવે સરળ અને મળતાવડા કોક વખત ગુસ્સો પણ કરે પણ પછી બધું ભૂલી જાય.

         આખા ગામમાં જો કોઈ લોક બીતું હોય તો આ ગામના દેવા થી એના ધંધા જ એવા કાળા, દારૂ, જુગાર છોરીયુ વગેરે લોકોની આગી પાછી ગામની વહુ  -દીકરીઓ ઉપર ખરાબ નજર રાખવી ગરીબ માણસને વગર વાંકે હેરાન કરવા અને ગમે તે સારા પ્રસંગે ડખા ઉભા કરવા. એ એનો રોજનો ધંધો આમ પણ સુખી એટલે વધુ ફાટ્યો હતો. અને એના બે-ચાર માણસો ની ટોળકી લઈને ગોમના ચોરે બેઠો બેઠો પોતાની વાહવાહી એના માણસો જોડે કરાવે. અને  આવતી-જતી છોરીઓ વહું પર ખરાબ નજર નાખતો રે. ગામમાં કોઈ એને છંછેડી ના ખરાબ  મગજનો જાડી બુદ્ધિનો. દેખાવે કાળો અને પાછો થોડું ભારે શરીરે અને ઊંચો જાણે ચંબલના ડાકુ હોય. ગામની છોરીઓ એને જોતાં જ રસ્તો બદલી નાખે પણ જો કોઈ આનાથી ના બીતું હોય તો તે મધલી. એ તો આની સામેથી જાય અને એક બે મણ મણ ની  જોખતી જાય (ગાળો) એટલે આ એના  સામે જોવે નહીં. દેવાને તો રુપલી નાનપણથી ગમતી પાછો બાળપણમાં કાળુના ભેગો જ ભણેલો પણ મોટો થયો અને અવડા ધંધે લાગી ગયો. એટલે કાળું આનાથી છેટો રહેવા લાગ્યો. એટલે આને ગમતું નહીં પાછું આને ખબર કે રૂપલી કાળું ને ગમે છે. મને નહીં એટલે કાળું અને આને બને નહીં. પણ દેવો કાળું નું કાંઈ બગાડી ના શકે એ એને ખબર હતી.

      આજે વરસાદનું વરાપ થઇ ગયો હતો. અને ગામલોકો મેઘરાજાનું સ્વાગત કરી પોતાના ખેતરમાં બળદ અને હળ લઈને વાવણી કરવા માટે જવા લાગ્યા હતા. ચોમાસામાં પ્રથમ વરસાદ પછી જમીન ખેડવા હળોતરા કરવાનો દિવસ આ દિવસે આખું ગામ વહેલું જાગે પુરુષો હળ,બળદ અને અન્ય ખેતી ના સાધનો ની તૈયારી કરે.  સ્ત્રીઓ પણ સવારે વહેલી ઉઠી અને ઘરના આદમીઓ માટે ખાવા-પીવાની અને તેમને વિદાય કરવાની તૈયારી કરી. બળદોના કપાળે ચાંદલો કરી શીંગડે નાડાછડી બાંધે. હળ જેવા હળને પણ કંકુનો ચાંદલો કરી નાડાછડી બાંધે ઘેર ઘેર આ વીધી થાય. પછી શુકન જોઈ બળદ હાંકે ખેતરની દિશા તરફ માર્ગમાં જે સામો મળે તેની સાથે લીધેલો ગોળ આપી મોં મીઠું કરાવે. આમ શુકન જોઈ ખેતરમાં જાય ત્યાં કોદાળી થી પાંચ ટચકા મારે ચાંસ કાઢે અને ઘેર આવી કંસાર (લાપસી) જમે.

          કાળુ ના ઘેર પણ એની બા આ બધી તૈયારીમાં પડી હતી. કાળુ બળદોને નવી લાવેલી ઘંટડીઓ બાંધતો હતો. અને બા બાજરો કાઢતી હતી એટલામાં માલજી આયો અને કાળું એ દાણા અંગે પૂછવા લાગ્યો અલ્યા કાળું થોડાંક ઘણા દાણાનો  વેત થાય તો ભગવાનનો પાર માનું કાળું બોલ્યો હું થ્યું અલ્યા. એ પોતાનું રોવા માંડ્યો કાળુ બોલ્યા મારી બા ઘરમાં જ દાણા કાઢે છે. જા જેટલા જોઈએ એટલા લઇ જા કાળુ તારો આ ઉપકાર અરે એમાં ઉપકાર શેનો એકબીજાના કામ ના આઈયે તો ભેરુ સેના. માલજી દાણા લઈને હજી નીકળયો. તો એટલામાં રૂમઝૂમ કરતી મધલી કાળું પાસે આવીને બોલી કાળું આજે તો કોઈ જુદો જ લાગે છે હું વાત છે. કાળુ એની હામુજ જોતો રહ્યો એ બોલ્યો તું ચાર આવી. હું કોમ હતું હવાર હવારમાં કોમ હોય તો જ આવું એમનેમ ના આવું. કોમ બોલ તો મધલી બોલી મારા બાપુએ થોડા દાણા નું કીધું છે.પાકશે એટલે દોઢા આપીશું કાળુ બોલ્યો હારા બધા અહીં હું ધર્માદો કરવા બેઠો છું. કે દોણા લેવા ઓનીકોર હેડયા આવો છો. મધલી કોઈ બોલી નહીં કાળું બોલ્યો  જા ઘરમાં મારી બાને કેજે આપી દેશે. પાછી આવીશે લેવા એવીજ પાછા આપવા આવજે નકર આ કાળું ને ભીખ માંગવાના વાળા કઢાવશો. તમે બધા ગામવાળા ભેગા થઈને મધલી એ તો હાભળ્યું ન હાભળ્યું કરી ને ઘરમાં દોડી દાણા લેવા કાળુ ની બા ઘરમાં બેઠી હતી. એટલામાં જ મધલી ને જોઈને એ સમજી ગયા મધલીને દાણ આપ્યા અને પછી બધી ઘરની આડી અવળી વાત કરીને કાળુ ના લગ્નની વાત કરી કે જોને આ મારો કાળું કોઈ છોડી ગમારતો જ નહીં. મધલી બોલી કાકી એના માટે તો તમારે રાજકુંમારી ગોતવી પડશે. અહી ગોમડામાં ચોથી મળે પણ કાળું ની બા ને તો પહેલેથી જ મધલી ગમતી. એની ચપડતા, બુદ્ધિ અને ખાનદાની ખોરડું બધું તે જાણતા હતા. અને બંનેના ઘર સરખા બહુ પૈસાદાર નહીં. પણ ખાનદાની ઘર તો ખરું એમને તો મધલીમાં પોતાની કાળુ ની વહુ દેખાતી. ઘણીવાર તો મધલી ને કહેવાનું મન થતું પછી તે મન મનાવી લેતાં. વાત બદલીને મધલી આવે એટલે  કોઈને કોઈ સારું ખાવાનું આપીને પ્રેમથી ખવડાવીને મોકલતા. મધલી ને પણ આ બધું ગમતું અને તે આ બધું જાણતી કે કોક દિવસ તો કાળુ ની બા મારા બાપુને કેસે મારા કાળું સારું તમારી મધલી ને  મારા ઘરની વહુ બનાવી છે. આવું વિચારતી વિચારતી મધલી ત્યાંથી હેડી જાણે વીજળી ગઈ... આભાર

 

                             અર્પણ

              એ વાત્રક કાંઠાના પ્રેમીઓ ને




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ