લગ્ન
" મીના બેન આજે મારી તબિયત સારી નથી લાગતી... આજનો દિવસ મને કામ માં થોડો ટેકો કરાવો ને.. "
" જુઓ ભાભી તમને કંઈ શણગારવા તો લાયવા નથ... ને કામ ન થતું હોય ને તો.. લગન જ નો કરાય... "
" મીના.... આ જો બેટા... આ તારા ભાભી ના પિયર નું વોશિંગ મશીન તારા માટે રાખ્યું... મારી વ્હાલસોયી સાસરે કપડાં ધોવા થોડી જવાની છે... લે વહુ તું ઉભી રહી શું જોવે છે જટ પોતા કરી નાખ પછી કપડાય રાહ જોવે છે તારી.. "
હેતલબા વાઘેલા..
°°°°°°°°°°°°°°°°
