વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૃત્યુ.

સદગુરુ કૃપા હી કેવલમ.

શીર્ષક- મૃત્યુ.


    શૌનકને કોરોના વાયરસ લાગુ પડ્યો,અને તે આ શહેરની મોંઘા માં મોંઘી હોસ્પિટલની પથારી માં પડ્યો પડ્યો વિચારતો હતો, કે એક દિવસ આવી રીતે અચાનક મોત આવીને ઉભું રહેશે, એવું તો એણે વિચાર્યું જ નહોતું, અને એમાં પણ ફક્ત પાંત્રીસની ઉંમરે જ સાવ! પહેલા તો ઈશ્વરને ખૂબ જ એની માટે ફરિયાદ કરી, અને કહ્યું કે તારે ત્યાં કહેવાય છે કે," દેર છે પણ અંધેર નથી" પણ આ શું આ કંઈ મારી મરવાની ઉંમર છે!! અને એ પણ આ રીતે કે કોઈ સ્વજન પણ નથી, અને હોસ્પિટલમાં એકલો એકલો પડ્યો છું, ડોક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે. કોઈ જ દવા કામ નથી કરતી, અને બસ ફક્ત હવે કલાક બે કલાકનું અંતર છે, પછી મૃત્યુનો એ દેવ યમ દેવતા આવી જશે, અને મને આ ધરા પર થી લઇ જશે, પંચમહાભૂતમાં મારુ આ શરીર વિલીન થશે, અને અંતરાત્મામાં કઈ ગતિએ જશે, એ કંઈ જ કહેવાય નહીં! સત્કર્મને નામે આખરે મેં શું કર્યું છે એવું, કે તારામાં હું ભળી શકું!! કદાચ કંઈ જ નહીં, પણ હજી તો એવો સમય જ ક્યાં આવ્યો હતો! હજી તો મારે મોજ મજા કરવાના દિવસો ચાલતા હતાં, ત્યાં જ તે આવો ફેંસલો કરી નાખ્યો તો હું શું કરું!! કદાચ હજી થોડોક સમય આપ્યો હોત તો મારાથી કંઈક ચોક્કસ થઈ શક્યું હોત! રૂપિયા પૈસા તો મારી પાસે ઘણા છે, પણ જીવતદાન આપી દે, તો કોઈ વાત બને! આવા કંઇ કેટલાયે અંદર અંદર સંવાદ એને ઈશ્વર સાથે કર્યા, અને પછી પોતાને પસ્તાવો થયો કે,એમ તો પાંત્રીસ વર્ષ ઓછા ન કહેવાય! પણ મોજ મજા અને ભોગવિલાસ માંથી બીજું કંઈ કરવાનું સૂઝયું નહીં! આમ તો રૂપિયા પૈસા કમાવવા જ જીવન ગયું, જીવન દરમિયાન રૂપિયા કમાવામાં નીતિ અનીતિ એવું કંઈ વિચાર્યું જ નહીં, અને પ્રમાણિકતા, ઈમાનદારી બધું જ ચૂકી ગયો.આમ તો નીજી પરિવાર માટે જ બધું કર્યું હતું ને! ના, ના, એ બચાવ પણ પાંગળો છે, એમની સાથે નો વ્યવહાર પણ ક્યાં શુદ્ધ હતો! શાલીની, શાલીન હોવા છતાં શુભા સાથે...ઓહ અને એમાં પણ ક્યાં એની મરજી હતી, એની મજબુરી કે લાચીરીનો ફાયદો જ ઉઠાવ્યો અરરર આ શું કર્યું!  અને ઓફિસ વાળા પેલા મનોજ કાકાની દીકરીનાં લગ્ન માટે એમને એક લોન ચાલુ હતી ત્યાં જ બીજી લોન જોઈતી હતી, તો એની સાથે પણ સોદો કર્યો કે પાંચ ઈનક્રિમેન્ટ નહીં મળે, અરે બાળપણ નો સખો એવો જીજ્ઞેશ મુશ્કેલીમાં હતો, એની પત્ની હોસ્પિટલમાં હતી અને રુપિયા જોઈતા હતાં, તો પાંચ ટકા વ્યાજ લઈશ એવું સ્પષ્ટ કહી દીધું,અને એ બિચારો કરે પણ શું, એટલે આજ દિવસ સુધી વ્યાજ આપે છે!! અને કૌમુદી ફૈબા જેણે નાનપણમાં ઉછેર્યો હતો, તેના પતિ એટલે કે કૃષ્ણકાંત ફુવા રીટાર્યડ થયાં,ઘર ચલાવવા માં બહુ મુશ્કેલી થતી હતી, છોકરાવ જવાબ દેતા ન હતાં, અને બિચારા ફૈબા બાળપણની દુહાઈ દઈ કંઈક મદદ માગવા આવ્યાં ત્યારે હડધૂત કર્યા, છેવટે પસાસેક હજાર તો આપી શક્યો હોત, મમ્મી ને મારા જન્મ વખતે જ છાતીમાં પાક થયો હતો, એટલે એમણે પોતાનું દૂધ પાઈને મોટો કર્યો હતો, એમણે ક્યારેય પક્ષપાત ન કર્યો, પણ મેં કર્યો અરરરર આ શું થઈ ગયું! સામે રહેતી સુલક્ષણા ને લગ્નેતર સંબંધ હતો, એટલે એને પણ બ્લેકમેઇલ કરી અને છીઇઇ કેવું ગંદુ અરરર,  અને આવી તો કેટલીય ઘટનાઓથી જ જીંદગી ભરેલી છે, શું સાચે જ મેં આજ દિવસ સુધી કંઈ જ નથી કર્યું!! સાવ એવું તો ન જ હોય ! અને મગજ પર જોર કર્યું કંઇક તો કર્યું જ હશે.


    અરે હા યાદ આવ્યું કે, એક વખત બેંગલોર થી શાલીની તબિયત ખરાબ થતાં ઓચિંતાનું  આવવાનું થયું પ્લેનની ટીકીટ ન મળતાં સેકન્ડ એસીમાં આવ્યો અને રેલ્વે સ્ટેશન પર એક ગરીબ સ્ત્રી એ પોતાની નાની દીકરીની દવા માટે મદદ માંગી હતી,ને તેણે સો રૂપિયા આપ્યાં હતાં,માત્ર સો રૂપિયા એને આ કંડીશનમાં પણ હસવું આવ્યું, અરે એકવાર શોપિંગ કરવા ગયો અને જુદી જુદી લગભગ પચાસ હજારની ખરીદી કરી, અને બહાર આવ્યો ત્યારે એક અપંગ ભીખારીને જોઈ તેને અચાનક દયા થઈ ગઈ હતી, એટલે એણે પચાસની નોટ આપી હતી,પચાસ હજાર સામે માત્ર પચાસ હાઆઆઆ ઓહ સીટ!! એમ તો ઠંડી ના સમયે ફૂટપાથ પર સૂતેલા લોકોમાં ધાબળા ઓઢાડતી એનજીઓ સંસ્થામાં એક ધાબળા ના રુપિયા પણ આપ્યા હતાં, ખાતાંમાં કરોડ રૂપિયા હોવા છતાં માત્ર એક ધાબળો હદ થઈ, ઓહ પેલાં મારા ગામના સરપંચ સરનામું શોધતા આવ્યા હતાં, સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, તો દીકરીઓને બધાએ કંઇક કંઈક આપ્યું હતું, તો આપ તો ઘણા ધનવાન છો કંઈ આપવું હોય તો, અને એણે દરેકને એક એક વાસણનો ઘોડો આપવાની જાહેરાત કરી હતી, ધાર્યું હોત તો સોનાનો ચેઈન આપી કન્યાદાન કરી શક્યો હોત,પણ અરરર એ તક હું ચૂકી ગયો, નહીં તો આજે એટલી દીકરીનાં આશીર્વાદ કામ આવત! અને મૃત્યુ ના એ દેવના ભણકારા સંભળાતાં હતાં અને એની આંખો ભરાઈ આવે છે, અને એ મૃત્યુ ની કઠિન ઘડીની દર્દનાક કલ્પનામાં સરી ગયો, અને તેને થયું હવે તો ગયો,આ છેલ્લો શ્વાસ જ છે!


       થોડીવારે ઓરડામાં આવાજ સંભળાયા હોય એવો ભાસ થયો, એને એમ કે આ મૃત્યુ પછીનું કોઈ લોક એટલે સ્વર્ગ કે નર્કમાં આવી ગયો, ત્યાં તો ડોક્ટર દેસાઈ નો અવાજ સંભળાયો મીસ્ટર શૌનક શ્રોફ આપ હવે ડેન્જર ઝોન માંથી બહાર છો, અને જો આજ જેટલું ઓક્સિજન લેવલ રહેશે, તો તમને રજા આપી દેવામાં આવશે, અને સાચે જ બે દિવસ પછી શૌનકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, અને તે ઘરે આવી ગયો.બીજે દિવસે તે ઘરના હરિ મંદિરમાં ભગવાન પાસે ઉભો હતો અને કૃતકત્જ્ઞ થઈ, અને કહે છે કે હે ઈશ્વર તે મારા નાનાં નાનાં સત્કર્મને ધ્યાનમાં લઈને મને જીવતદાન આપ્યું, એ બદલ તારો ખૂબ ખૂબ આભાર, હવેનું જીવન હું ખૂબ સારું જીવવાનો સંકલ્પ કરું છું, અને ક્યાંકથી ગેબી અટ્ટહાસ્ય જેવો અવાજ સંભળાયો. મૂર્ખ તારા સત્કર્મને કારણે તું બચ્યો છે, એવું બિલકુલ વિચારતો નહીં, એટલે.... તો પછી આ કેમ‌ શકય બન્યું !!! એની માટે તારી પત્ની શાલીની ની શાલીનતા જવાબદાર છે, અને એના વ્રત, સંયમ, નિયમ, યજ્ઞ, અને દાનનું આ ફળ છે. તું હોસ્પિટલમાં દાખલ થયો પછી તારા જીવન માટે એણે આગળ પાછળ વિચાર્યા વગર અન્ન નો ત્યાગ કરી, અને મંદિરોમાં મહામૃત્યુંજય નાં જાપ યજ્ઞ શરૂ કરાવ્યા,ક્યાંક યજ્ઞ કરાવ્યા, તો કંઈ કેટલી સંસ્થામાં લાખોનું દાન કર્યું, અને ઓફિસમાં પણ બધાને પ્રાર્થના કરવા કહ્યું, તેમજ એક એક એક્સ્ટ્રા બોનસની જાહેરાત કરી, કૌમુદી ફૈબા ને પણ રુપિયા એક લાખ આપ્યાં, આમ અંદાજે લગભગ પચાસ લાખ તો ગયા જ!! અને પચાસ લાખ સાંભળી ને શૌનક ને છાતી પર દબાણ આવ્યું, અને ફરી પાછુ મૃત્યુ એકદમ નજીક દેખાવા લાગ્યું, અને ભગવાન નો ફરી અવાજ સંભળાયો કે જો અફસોસ સામે મૃત્યુ છે, અને જો ખુશી થાય તો કદાચ જીવન!! અને એકાએક તેને વિચાર આવ્યો કે શાલીની પ્રત્યે તો પોતે ક્યારેય શાલીન રહ્યો નથી, છતાં એણે મારા જીવન માટે અન્નનો ત્યાગ કર્યો ! શું આજ ભારતીય નારીની અસ્મિતા છે પતિ પરમેશ્વરની! ધન્ય છે, અને બધો જ અફસોસ ગાયબ માત્ર પ્રેમ.. પ્રેમ.. ને પ્રેમ જ, હવે તો અને છાતીનું દર્દ ગાયબ એણે આનંદમાં આવી શાલીની... એમ રાડ પાડી, શાલીની એ કહ્યું અરે પણ હું તો સાથે જ ઉભી છું,અને શૌનક એને ભેટી પડે છે, હવે એ મૃત્યુ નો ડર કૌશો એનાથી દૂર ચાલ્યો ગયો એવું એને લાગ્યું.


      લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ