વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્વ થી સર્વ.........

"​ગઈ કાલે મને ઋષભએ સ્વિટ્ઝર્લેન્ડ ની ટિકિટ આપી  અને લોન્ગ ડ્રાઈવ પર લઇ જઈ ને પ્રોપોઝ કર્યું ....."વટ થી  રાધિ બોલી

"ઓહ ..મને કાલે કરને મૂવી બતાવી અને  ડિનર માટે લઈ ગયેલો ફાઈ સ્ટાર્ માં "..રિમાં કતરાઈ ને બોલી .


  આ ગાર્ડન માં ચાલતી વેલેન્ટિઇન ડે ની ચર્ચા માં કોણ કેને કેટલો પ્રેમ કરે છે એની વાતો થતી હતી .આટલા માં બદનચુસ્ત દકપડાં પહેરેલ યુવતી પસાર થઇ અને વિરાજ ના મોઢા માંથી નીકળ્યું


​   " આ મળી હોત કાલે ,તો આને જ પ્રોપોઝ કરત  ..જિંદગી બદલાઈ  જાત ............."


​"તું તો ઋતુ ની જેમ પ્રેમ ને બદલે છે .........".

​રાધી હસી ને બોલી .

આ સાંભળી વિરાજ બોલ્યો


" પ્રેમ જેવું કશું ના હોઈ બસ શરીર અને મન ની ભૂખ હોઈ છે . હું તો કાલે બેચલોર પાર્ટી માટે વિદેશ જવા નીકળું છું ..આ તો જસ્ટ ટાઈમ પાસ છે ..યુ નો  મી ...ફ્રેંડ્સ ...."

ખંધુ હસી ને વિરાજ બોલ્યો.


​આ ચર્ચાઓ વચ્ચે શાંતિ થી ઊંડા ચિંતન માં મયુર બેઠોહતો .ગઈ કાલે  બાંકડે બેસી ને શિવાની ને આપેલું ...વચન.. .નોકરી ની શોધ ...ઘર ના પૈસા ની સમસ્યા અને શિવાની ની જલ્દી લગ્ન કરવાની જીદ  ..આ બધા માં માથું ભામતું હતું અને સિગારેટ ના ગશ  મરાતો હતો .


આટલા માં એક અવાજે બધા નું ધ્યાન ખેંચ્યું ....


ગાર્ડન ના પરિસરમાં  એક અધેડ વય નું યુગલ વાતો કરતુ જાતું હતું .એ પુરુષ મહિલા નો હાથ પકડી ને તેને ગાર્ડન માં ચલાવતો હતો . મહિલાનુંશરીર  પક્ષઘાતથી ખોટું  થયેલું હતું. વાત  કરવાની રીત ભાત પર થી બંને મંદબુદ્ધિ હોવાનો ચોખ્ખો ભાસ થતો હતો . 


આમ એકબીજા સાથે ચાલતા ,મસ્તી  કરતા આ યુગલ ને જોઈ ને સૌ આચમ્બામા હતા .આ શારીરિક અને માનસિક રીતે આપૂર્ણ યુગલ નો પ્રેમ પૂર્ણ જાણતો હતો .જગત સાથે તાલ મેલ માં કાચું આ યુગલ પ્રેમ માં પાક્કું લાગતું હતું .આમને જોઈ ને આસપાસ ના લોકો  એમનાથી દૂર જતા હતા .આપણા સમાજ માં આપણા થી નિર્બળ ,મંદબુદ્ધિ ના લોકો ની વિશે અમુક  ડર કે અણગમો રહેલો હોઈ છે .જે વ્યર્થ છે અને એમના દુઃખ માં વધારો કરે છે .એમની પાછળ એક  ડોશી લાકડી ના સહારે ચાલતી હતી .એના ચેહરા ની કરચલીઓ તેના પરિવાર ના વિરહ ની પ્રતીતિ કરાવતી હતી .પાસે એક નાની છોકરી ને એક વિકલાંગ માણસ હીંચકા ખવડાવતો હતો .આ બધા દ્રશ્ય નો ફોટો એક માણસ પડી રહ્યો હતો .વિરાજ કુતુહલતા વશ ઉભો થઇ ને માણસ પાસે ગયો ને પૂછ્યું કે આ બધા કોણ છે .એ માણસ એ એનું કાન નું મશીન સરખું કરતા કહ્યું ." આ મારા આશ્રમ ના લોકો છે જેને પરિવાર એ ત્યજેલાં છે.હું તેનો  સંચાલક છું "

   આ સાંભળી ને વિરાજ ના શરીર માં વિદ્યુતપ્રવાહ જેવી ઊર્જા નો અનુભવ થયો .આ પ્રેમ ,આલિંગન કે ચુંબન કરતા અલગ ઊર્જા હતી .વિરાજ નું આત્મન- સ્વ પરિવર્તન પામતું હતું .પરિવર્તન ની ઊર્જા  એક દ્રશ્ય ની અનુભૂતિ પર થી મળતી હતી .વિરાજ  પોતાની ટિકિટ રદ કરી ને તે પૈસા આ આશ્રમ માં આવાનો નીર્ધાર કર્યો .જયારે સ્વ નો પ્રેમ સર્વ તરફ પ્રેરાઈ છે ત્યારે પરમ ચેતના ની અનુભૂતિ થઇ છે .

આટલીવાર માં રાધિ આવી પોહચી અને વિરાજ ને પૂછ્યું .


" ઓ પ્રેમ પૂજારી ક્યાં રોકાઈ ગયા . ફરી કોઈ છોકરી સાથે પ્રેમ થયો કે સુ ..."


વિરાજે રાધિ સામે જોઈ ને ખંધુ હાસ્ય આપ્યુ અને  કાંઈ બોલ્યા વિના ગાર્ડને થી વિદાઈ લીધી .

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ