વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્યાર - મોતની આરપાર

વિષય 3 - રહસ્ય-રોમાંચ


મોત જ્યારે નજીક હોય ત્યારે આપણને આપની સૌથી પ્રિય વ્યક્તિ યાદ આવતી હોય છે.. એવો વિચાર આવવા લાગે કે કાશ એની સાથે થોડો વધારે સમય રહી લીધું હોત તો? કાશ એને એવું કહી દીધું હોત કે પોતે એને કેટલો બધો પ્યાર કરીએ છીએ! અને દિલ એક અલગ જ અફઓસમાં ચાલ્યું જાય છે. દિલને એકવાર જે ગમી જાય છે, આપને એને મેળવવા માટે ગમે એ કરતાં નહિ અચકાતાં. ગમે એવું કામ આપને એને મેળવવા માટે કરી દેતાં હોઈએ છીએ, પણ એ કેટલું સારું છે?!

ભૂલ મારી પણ થોડી હતી, નહિ ચાહતો કે એને થોડી પણ તકલીફ થાય, હું એની માટે મરી જવા પણ તૈયાર છું. મેં જાતે જ તો એનું દરેક દુઃખ ફીલ કર્યું હતું ને! અને એ જાણીને પણ હું એણે વધારે દુઃખી થોડી જોઈ શકું. એક એની ખુશી માટે જ તો હું અહીં આમ એકલો પણ તો આવી ગયો હતો ને. એ બૂરી શક્તિ ગમે તે હોય, ગમે એવી કેમ ના હોય. મેં સાચો પ્યાર કર્યો છે અને એટલે જ હું એને સાબિત પણ કરીશ ને. હું એને ક્યારેય એકલી નહિ મૂકવા માગતો.

ત્યાં ગયો તો એકદમ જ અલગ જ ફિલિંગ થવા લાગી. બહુ જ મંહુસિયત ત્યાં હોય એવું લાગી રહ્યું હતું.

ત્યાં રૂમમાં બહુ જ અંધારું હતું અને એકદમ જ મારો કોલ રણક્યો તો હું એકદમ જ ગભરાઈ જ ગયો.

"ઋષભ, હું મીના, મને બચાવી લે.. એ મને મારી નાંખશે!" અને એને જોરથી ચીસ પાડી તો હું વધારે જ ગભરાઈ ગયો. કોલ પણ એની જાતે જ ડીસકનેક્ટ થઈ ગયો. એણે જ તો મને અહીં આવવા કહ્યું હતું અને ત્યાં શું થયું. એટલાંમાં જ આપોઆપ બંધ થઈ ગયેલો દરવાજો ખૂલ્યો. અને જાણે કે કોઈએ ધક્કો માર્યો હોય એમ જ મીના અંદર આવી ગઈ.

"ઋષભ, હાશ, તું ઠીક છે.." મીના મને જોઈને ખુશ થઈ ગઈ.

"યાર, તું ઠીક તો છે ને, મને હમણાં જ તારો કોલ આવેલો, હું બહુ જ ડરી ગયો હતો. હું એના શરીરે ટચ કરીને જોઈ રહ્યો હતો કે એને કઈ વાગ્યું તો નહિ ને.

"હા, હું ઘરે મારા રૂમમાં એકલી સૂઈ રહી હતી અને એકદમ જ મને અવાજ આવ્યો. એ અવાજે મને કહ્યું કે તું બહુ જ મોટા ખતરામાં છું અને જો હું તારી પાસે નહિ આવું તો એ તને ખતમ કરી દેશે.. અને એટલે જ હું ફટાફટ અહીં આવી ગઈ.." મીના બોલી.

"હું તો અહીં એટલાં માટે આવ્યો કે મને અડધી રાતે તારો કોલ આવ્યો કે જો હું તને સાચો લવ કરતો હોવ તો હું એકલો જ હમણાં જ ગીતાનાં ઘરે આવું અને એટલે જ તો હું અહીં આવ્યો."

"ના, મેં એવો કોલ કર્યો જ નહિ!"

"અને હા, તને કોનો અવાજ આવેલો કે તું અહીં આવી ગઈ?"

"હા, મને યાદ આવ્યું એ અવાજ તો બિલકુલ નેહાનો અવાજ હોય એવું જ લાગી રહ્યું હતું.."

"નેહા.. નેહા ક્યાં છે?!" અમે બંને એને શોધવા લાગ્યાં.

એકદમ જ અમારું ધ્યાન છાજલી પર પડ્યું, ત્યાં નેહાની લાશ હતી.

"એક નેહાને જ ખબર હતી કે હું તને બહુ જ પ્યાર કરું છું.." મેં બહુ જ ઉદાસીનતાથી કહ્યું.

*******

એકવાર હું તારો ફોટો જોઈને હસી રહ્યો હતો, મને તું એટલી બધી ગમતી કે જ્યારે તું મને નહોતી મળતી તો મને સહેજ પણ નહોતું ગમતું, અને એટલે જ એ દિવસે હું તારો ફોટો જોઈને મનોમન હસી રહ્યો હતો. મને નહોતી ખબર કે નેહા મારો ફોન જ લઇને જોઈ લેશે કે હું જેને જોઈને હસતો હતો, એ ખુદ તું જ હતી.

"ઓહ, સાહેબ! તો આ છે તમારા દિલની રાણી.. એને કહેવું તો પડશે મારે!"

"ના, પ્લીઝ, મને તો એ પણ નહિ ખબર કે એ મને પ્યાર કરે પણ છે કે નહિ!" મેં એને ના જ કહી દીધું હતું.

"હા, પણ, જો પ્યાર નહિ પણ કરતી હોય તો પણ કરતી તો થઈ જ જશે.."

જે રોઝ એ ક્યારની છુપાવી રહી હતી એને મને આપ્યાં -

"લે, એને કરી દે આજે પ્રપોઝ.."

"હા, કરી તો દઉં, પણ મને ડર લાગે છે કે એ ના પાડી દેશે તો!"

"ના હવે, તું છું જ એટલો મસ્ત તો તને કોઈ છોકરી કેવી રીતે ના કહી દે!" નેહા બોલી.

"હા, બરાબર છે કે હું દેખાવમાં તો ઠીકઠાક જ લાગુ છું, પણ દરેક છોકરી ચહેરા પર તો નહિ મરતી ને!" મેં કહ્યું.

"હા, પણ તારે તો ચહેરો પણ બહુ જ મસ્ત છે અને સ્વભાવ પણ, હું શરત સાથે કહીશ કે મીના તને ના કહી જ નહિ શકે!" નેહાએ એક અલગ જ આત્મવિશ્વાસથી કહ્યું.

"એ જે કઈ હોય, હું એને પ્રપોઝ નહિ કરવાનો, મને તો બહુ જ ડર લાગે છે યાર.. તું જ કહી દે એને!" મેં એને કહ્યું તો એ થોડી અસહેજ થઈ ગઈ.

"હા, કહી દેતી, પણ તું કહીશ તો સારું રહેશે ને?!" મેં એને કહ્યું.

"જીવતી રહીશ તો કહીશ.." એને હળવેકથી કહેલું કે જે મને નહોતું સમજ પડી. હું એનું દુઃખ જાણી ગયો હોત તો સારું હતું ને. કેટલું મુશ્કેલ કામ હોય છે કે જેને આપણે ખુદ બહુ જ પ્યાર કરતાં હોઈએ, એના માટે જ પ્રપોઝ કોઈ ત્રીજી વ્યક્તિને કરીએ!

"ઓય, શું વિચારે છે?!" એ એકદમ પત્થર જેવી સ્થીર થઈ ગઈ તો મેં એને કહ્યું.

"એક હગ આપીશ?!" એ બોલી અને મને જોરથી ભેટી પડી, જાણે કે બસ હવે ક્યારેય મળવાની જ ના હોય. લાઇફનું લાસ્ટ હગ જ તો હતું એ, એ પછી તો મને જોવા મળી તો બેજાન એની લાશ.

"તને ખબર છે?!" મીના મારી નજીક આવતાં બોલી.

"શું?!" મેં પૂછ્યું.

"નેહા એ દિવસે તને પ્રપોઝ કરવા આવી હતી, એ તને બહુ જ પ્યાર કરતી હતી, બસ તને જ પ્યાર નહોતો!"

"ઓહ, ગોડ! પણ એને મને કહેવું જોઈને!"

"હા, પણ એ પહેલાં જ તો તેં એને કહી દીધું ને કે તું મને પ્યાર કરે છે તો એ કેવી રીતે તને કહી શકતી?!"

"ખરેખર તો યાર, હું છેલ્લા ઘણાં વર્ષોથી ચાહતો હતો કે એ મને કહી દે એના દિલમાં જો એ મને પ્યાર જ કરતી હોય તો, પણ એને કહ્યું જ ના!" મેં કબૂલ્યું.

"ઉપરથી જ્યારે પણ હું એને થોડો હિન્ટ આપુ કે હું પણ એને મારી જાન માનુ છું તો એ હંમેશાં કહીં દેતી કે પોતે એનું આવું નસીબ નહિ અને એટલે જ મારા માટે તો બસ મીના એટલે કે તું જ બેસ્ટ છું!"

*******

"સાચું કહું ને તો જે તું મારી લાઇફમાં આવ્યો એ પણ એના જ તો લીધે!" મીનાએ પણ કબૂલ્યું.

"હું તો તને ઓળખતી પણ નહોતી અને તું દેખાવમાં પણ ઠીકઠાક તો ક્યારેય તારી સાથે ખાસ રહેતી પણ નહોતી!" મીનાએ ઉમેર્યું.

"હા, પણ ખુદ નેહાએ જ તો આપણને મળાવ્યાં, આજે આપણે એકબીજાનાં છીએ એ એની જ તો મહેરબાની હતી ને!"

"હા, યાદ છે આપને ત્રણ ફરવા ગયા હતાં તો એ એકદમ જ આપણને એકલા મૂકીને ઘરે આવી ગઈ હતી."

"હા, યાદ છે, એ દિવસે આપને થોડા વધારે જ કરીબ આવી ગયાં હતાં."

"હા, ખુદ નેહાને પણ તો ખબર જ હતી ને કે જ્યાં સુધી મારી નજર સામે પોતે એ હશે, હું બીજી કોઈ સાથે વાત પણ નહિ કરું.."

"હા, એ છોકરી જ એટલી મસ્ત હતી કે બધાને એની સાથે ખૂબ ગમતું હતું, પણ ખબર નહિ પોતે શું રહસ્ય લઈને એ આમ આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. બાકી એ પણ તો મને બહુ જ પ્યાર કરતી હતી ને!" મેં કહ્યું.

"શરૂમાં એ મને બહુ જ પ્યાર કરતી, મારા વગર ક્યાંય જતી પણ નહોતી, પણ છેલ્લા એકાદ વર્ષથી જ એને જાણે કે કઈક થઈ ગયું હતું. એણે ખુદની જગ્યાએ મીના ને મૂકી હતી.."

"હું એને પૂછુંને કે ચાલને ફિલ્મ જોવા જઈએ તો એનો જવાબ એ જ હોય કે હા, હું મીનાને કોલ કરી દઉં છું એ આવી જશે, જાણે કે ખુદને જગ્યા હવે એને તને જ ના આપી હોય!"

"હા, અને સાવ એવું પણ નહિ કે કોઈ નફરતથી કે ગુસ્સાથી, બહુ જ પ્યારથી ધીરે ધીરે એને તને મારો કરી દીધો અને હવે કોણ જાણે કેમ આમ હંમેશાં માટે એ મોતની ઊંઘ સૂઈ ગઈ હતી?!" મીના બોલી.

એકદમ જ બારી ખુલી અને હવાનું ઝોંકુ આવ્યું અને એક કાગળ ઉડતો નજર આવ્યો તો અમારા બંનેનું ધ્યાન એની પર ગયું.

મેં કાગળ પકડી લીધો અને વાંચવા લાગ્યો -

"માય ડીયર ઋષભ, હું તને પહેલેથી જ બહુ જ પ્યાર કરું છું અને હા, હજી પણ કરીશ જ! મને ખબર છે કે તું પણ મને બહુ જ પ્યાર કરે છે, પણ શું કરું આપના નસીબમાં આપના બંનેનો પ્યાર નહીં. હું કેન્સરનાં લાસ્ટ સ્ટેજમાં છું, દરરોજ થોડી થોડી મરું છું, ખબર છે કે હું છું ત્યાં સુધી તો તું કોઈને પણ પ્યાર નહિ કરે અને એટલે જ તો મેં તારા માટે મીના શોધી છે, મીના બહુ જ મસ્ત છોકરી છે, એમ પણ હું હોસ્પિટલમાં મરવા નહિ માંગતી એટલે જ તો મેં જાતે જ મરવાનું ઠીક સમજ્યું છે.

મને એ પણ ખબર જ હતી કે જો તને મારા રોગનું ખબર પડશે તો પણ તું મને જ પ્યાર કરતો, પણ મારી પણ તો ફરજ છે ને કે હું પણ તને ખુશ રહેવા દઉં, એટલે જ મેં આ બધું છુપાવ્યું અને હું ખરેખર મરું એ પહેલાં મરી રહી છું.

ભલે હું મરી રહું છું, પણ તું જરા પણ ચિંતા ના કર, તું મીના સાથે ખુશ જ રહેજે.. હું મરું તો છું, પણ મને ખુશી છે કે મારા પ્યારને હું એવા હાથોમાં મૂકીને જાઉં છું કે જે એનું ધ્યાન મારી જેમ જ રાખશે!

બસ હવે મને આ જિંદગીની સફરથી મુક્ત હસતા હસતાં કર તો હું પણ સારી રીતે મરી શકું અને હા, જો, ભૂલથી પણ તું મરવાનું ના વિચારતો અને જો તું પણ મને સાચો પ્યાર કરે છે તો તું મીનાને અપનાવી લે, એને તું હું છું એમ જ પ્યાર કર..

બસ હંમેશાં તારી જ,
નેહા." 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ