યાદગાર ક્ષણ
નફફટ... ડફોળ .... અકડુ...... હરામી.... લુચ્ચા..... ઓય ! હોલ્ડ ઓન. પ્રેશર કુકરની જેમ આટલી બધી ભડકે છે શું કામ...? કાલ્મ ડાઉન. આ લે કોલડ્રિંક્સ સ્પેશિયલ તારા માટે જ મંગાવ્યું છે. બાય ધ વે મને આટલાં બધાં વિશેષણોથી નવાઝવાનું કારણ શું છે એતો બોલ...? હુંહ.... 😏 જોતો અજાણ હોય એમ નફફટ હસીને કારણ પૂછે છે કે મને આ રીતે નવાઝવાનું કારણ શું...? હરામી તને તો જેટલું બોલું એટલું ઓછુ છે. આતો મને બોલતાં નથી આવડતું બાકી આવડતું હોત તો તને મણ મણની આપી દીધી હોત. અચ્છા એવું...? બાય ધ વે તને બોલતા આવડતું હોત તો તું શું બોલત...? બેટરી આમ પણ આપણને કોઈ નથી જોતું અને કોઈ સાંભળતું પણ નથી બોલી દે જે બોલવું હોય એ.
આયુડા આજે તો તું મને ખોટી વતાવતો જ નઈ. તું છે ને દિવસે ને દિવસે વધુ પડતો બેશરમ બનતો જાય છે. ઓ ગોડ આયુડા તું આમ હસે છે ને મને તારા પર ગુસ્સો આવે છે. આયુડા મને ગુસ્સો નઈ અપાવ બાકી આજે તો હું તને ધોઈ જ નાખીશ. ઓય આશિ આમ જો હું તો ધોયેલાં કપડા પહેરીને આવ્યો છું અને કપડા પર કોઈ ડાઘ પણ નથી. નૌટંકી સાલા ! ઉભો રે તું... તું તો ગયો બેટા. આજે તને મારાથી કોઈ બચાવી નઈ શકે. અરે ! આશિ જો જે પબ્લિક પ્લેસ છે. અકડુ સાલા બચવા માટે હવે પબ્લિક પ્લેસનું બહાનું બનાવે છે. તારા જેવો નફફટ મેં હજી સુધી નથી જોયો. ઓય ચશ્મિશ હું એક માસ્ટર પિસ છું સમજી એટલે મારાં જેવો નફફટ તને જોવાં નહિ મળે. આયુડા ! હવે તો તું પાક્કું મારા હાથનો માર ખાવાનો થયો છે. મને તારા પર સોલિડ ગુસ્સો આવી રહ્યો છે. પણ તારા ફેસ પર તો ગુસ્સાનું નામોનિશાન નથી દેખાતું એનું શું...? આયુડા આઈ વિલ કિલ યુ.
એક તો ગઈકાલે તારા મેસેજે મારી ઊંઘ હરામ કરી નાખી છે ને તું કંઈ બન્યું જ નથી એમ બિલકુલ શાંતિ થી બેઠો છે. તું આટલો શાંત કઈ રીતે રહી શકે છે....? લે એમાં શું મોટી ધાડ મારવાની વાત આવી...? હું તો બાય ડિફોલ્ટ શાંત જ છું. તું જ તો કેતી હોય છે ને કે યુ આર સો કુલ. ❤️ આયુડા હું બિલકુલ મઝાકના મુડમાં નથી સો પ્લીઝ ! મને મારાં સવાલ નો જવાબ આપ. તે મેસેજ માં શું લખ્યું છે એનું કંઈ ભાન છે તને...? મેસેજ જોઇને એક ક્ષણ તો હું પણ શોક્ડ થઇ ગઈ હતી કે આયુડા એ આવું શું કામ કીધું હશે...? તારે કારણ જાણવું છે ને તો ધ્યાનથી સાંભળ ! મેં તને મેસેજમાં જે કીધું એ ૧૦૦ % સાચું છે. યુ મીન કે તું વોટ્સ અપ અને ફેસબુક બંધ કરી રહ્યો છે પણ શું કામ...? અને આમ અચાનક આવું કરવાનું કારણ શું છે એતો બોલ...? બસ એમ જ. આયુ મારી બાજુ જોતો. મારી આંખોમાં આંખો મેળવીને બોલ તો કે તે અચાનક આવો નિર્ણય કેમ લીધો..? અરે બાબા ! કશું જ નથી થયું. આતો બસ અમસ્તું જ થયું કે આ સોશિયલ મીડિયાથી થોડો ટાઈમ દુર રહી જોઉં. સાલી ખોટી લત લાગી ગઈ છે આ લોકોની. સાચું બોલે છે ને તું...? હા બાબા સાચું કહું છું. તો મારે તારી જોડે વાત કરવી હોય તો હું શું કરીશ...? સિમ્પલ કોલ કરી દેવાનો. બુદ્ધુ ! મેસેજમાં માંડ માંડ આપણી વાત થતી હોય છે ને તું કોલ પર વાત કરવાનું કહે છે. સાચે તને સમજવો બહુ અઘરો છે.
આયુડા ! મને તારી વાત પર હજુય વિશ્વાસ નથી થતો નક્કી દાળમાં કઈંક કાળુ લાગી રહ્યું છે. મને તારા પર હજુય ડાઉટ જાય છે કે તે અચાનક આવું શું કામ કર્યું...? લો બોલો એમાં ડાઉટ વાલું શું આવ્યું...? ના ના હવે તો મને તારા પર પાક્કો ડાઉટ જઈ રહ્યો છે. બચ્ચુ આટલાં ટાઈમથી તારી જોડે છું ને તારી રગે રગથી વાકેફ છું કારણ વગર તો તું કંઈ બોલતો પણ નથી ને અચાનક આવો નિર્ણય...? ક્યાંક એવું તો નથી ને કે તારે મને નવરાત્રિમાં ક્યાંક ગરબા રમવા લઇ જવું પડે એટલે તું આવું કરી રહ્યો છે. આયુડા ! તું હસે છે શું કામ...? ઓ મારી ટ્યુબલાઈટ ! તું મને એ જણાવ કે કેટલાં વખત પછી આપણે આમ મળ્યા હોઈશું...? લગભગ ૬ મહિના જેવાં થઇ ગયાં હશે. ડફર ! છેલ્લે આપણે વેલેન્ટાઈન ડે નાં દિવસે મળ્યા હતાં અને ત્યારબાદ આપણી કોઈ મુલકાત જ નથી થઈ. આયુ એમાં મારો પણ કોઈ કસુર નથી. તું જાણે છે ને કે જયારે આપણે મુલાકાત કરવાનું નક્કી કર્યું હોય ત્યારે કંઇક ની કંઇક પ્રોબ્લેમ આવી જ જતી હોય છે. ક્યારેક તારી પાસે ટાઈમ નાં હોય તો ક્યારેક મારી પાસે ટાઈમ નાં હોય અને જયારે બેવ પાસે ટાઈમ હોય ત્યારે આ મોસમ વિલન બની જતું હોય છે. આશિ આ મોસમ તો વિલન બનવાનું જ છે કેમ કે આપણી મુલાકાત થાય એ મોસમ જોઈ નથી શકતું. માન્યું કે હું રોજ તને તસ્વીર માં જોઉં છું પણ તને રૂબરૂ નિહાળવાનો રોમાંચ કઈંક અલગ જ હોય છે. ફેસબુક અને વોટ્સ અપના સ્માઇલીમાં એવો રોમાંચ નથી જે તને રૂબરૂમાં મળીને આવતો હોય છે. તને રૂબરૂ જોવી એટલે મારે મન વ્હાલનો ઉત્સવ.
બાય ધ વે આશિ આજે તે આપણો નિયમ તોડ્યો છે એનું શું...? એતો હું ગુસ્સામાં હતી એટલે તને જાદુની ઝપ્પી નાં આપી પણ તું તો મને ઝપ્પી આપી શક્યો હોત ને...? બોલ તે મને જાદુની ઝપ્પી કેમ ના આપી...? એતો એક અરસાબાદ મળ્યા એટલે આવેગોનું લખલખું પસાર થઇ જાય એ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. તો હવે રાહ શેની જોઈ રહ્યો છે....? નફફટ આયુડો ! જુઓ તો ઝપ્પી આપવામાં પણ કેટલી શરારત કરે છે. બાય ધ વે આશિ આજે તો ઝપ્પી સાથે પપ્પી પણ મળશે ને...? 😘 પપ્પી વાળા એક થપ્પડ પડશે. લો બોલો આટલાં સમય પછી મળ્યા તોય પપ્પી માટે રાહ જોવાની...? મસ્તી કરું છું હવે. તું ખ્વાહિશ કરે અને હું પૂરી નાં કરું એવું ક્યારેય બન્યું છે ખરું...? આયુ સાંભળ આવતાં અઠવાડિયાથી નવરાત્રિ શરૂ થાય છે તો આપણે કાયમની જગ્યા પર જ મળીશું ને...? એજ આપણું ફેવરિટ મિટિંગ પ્લેસ અને એજ સમય. અફકોર્સ... બાય ધ વે આશિ હું શું કહું છું નવરાત્રિના પહેલાં દિવસે તું એજ ચણિયા ચોળી પહેરીને આવજે જે તે લાસ્ટ નવરાત્રિમાં છેલ્લાં દિવસે પહેરી હતી. ઓહો ! શું વાત છે...? હજુ પણ એ છેલ્લી નવરાત્રિ તને યાદ છે એમને...? હા ! એ ક્ષણને તો હું ક્યારેય નહિ ભૂલું કેમ કે મારી જિંદગીની એ બહેતરીન ક્ષણો હતી જેમાં સહેજ અમથી ભૂલનાં લીધે મારી જિંદગીમાં તું આવી હતી. ❤️
~ આયામ
#અધુરી_ડાયરી
