વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નાદાન સમીર

નાદાન સમીર

  ‘‘તમે તો કાયમ બહારગામ ફર્યા કરો છો, અહીં અમારો તો ખ્યાલ કરો’’ જુવાન, દેખાવડી બત્રીસ વર્ષની રેણુકા તેના પતિ રવિ રેડૃીને ગુસ્સે થઈને કહી રહી હતી

            ‘‘ડાર્લિગ, આ વખતે તો મોટો સોદો છે, ચાર પાંચ દિવસમાં બેંગ્લોર જઈને આવી જઈશ. પછી તો તમારી સાથે જ છુ ને !’’ રવિ રેડૃીએ પોતાની પત્નીને સમજાવતા કહયું.

            પાંચ વરસમાં તો રવિ રેડૃીએ પોતાનો પ્લાસ્ટીક સાધનોનો ધંધો જોરદાર ડેવલપ કરી દીધો હતો. તેને માટે મહિનામાં વીસથી પચ્ચીસ દિવસ બહારગામ ઓર્ડર લેવા ફરવું પડતું. તેના મનમાં ગણત્રી હતી કે, એક વખત ધંધો જામી જાય, બધેથી ઓર્ડર મળવા લાગે પછી તો લીલા લહેર જ છે ને ! શરૂઆતમાં સમય અને કુટુંબનો ભોગ લાગે પણ પછી તો શાંતિ જ છે ને ! હજુ એ લોકો નવા જ એક વરસથી હૈદ્રાબાદના ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા.

            ‘‘હું એકલી અહીં શું કરીશ?’’ રેણુએ તેના પતિનો હાથ પકડી લેતા કહયું.

            ‘‘તારી સાથે આપણો મુન્નો અને નોકર રામુ તો છે, પછી શેની ચિંતા છે, એકવાર પૈસાદાર થઈ જવા દે, પછી તારી સાથે જ છુ ને ! ’’રવિએ પત્નીને સમજાવતાં કહયું.

            રેણુએ હા પાડવા સિવાય છુટકારો જ ન હતો. નાનો મુન્નો અને નોકર રામુ તેના જુવાન શરીરની જરૂરતો કયાંથી પુરવાના હતા? તે વિચારતી હતી ‘‘એકલા પૈસાને શું કરવા છે? જુવાની તો આમ જ નીકળી જશે?’’

 

            આખી રાત પડખા ઘસીને માંડ ઊંધ આવી. સવારે ઉઠીને બહાર ગેલેરીમાં આવતા બાજુના મકાનમમાં ગેલેરીમાં કસરત કરતાં સમીરને જોતી જ રહી ગઈ. સુંદર ઊંચાઈ, કસરતિયલ સ્નાયુબધ્ધ શરીર, દેખાવડો ચહેરો અને કોલેજમાં ભણતો ચોવીસ વર્ષનો સમીર ખરેખર તેને આર્કર્ષક લાગ્યો. એકીટશે તેને જોતી હતી, તે જ વખતે સમીરની નજર તેના પર પડી. રેણુએ સ્મિત કહીને આવકારતાં હોઠે ગુડમોર્નિંગ કર્યું. પછી તો આ જ રોજનો ક્રમ થઈ ગયો, છેવટે રેણુએ જાણે કે તેને ઘરે બોલાવવા બન્ને ગેલેરી વચ્ચે સીડી મુકી દીધી.


            બપોરે સમીરથી પણ રહેવાયુ નહીં. બીજા દિવસે તે સીડીના ઉપયોગથી  રેણુના ઘેર પહોચી ગયો. મુન્નો શાળાએ અને રામુકાકા તેની રૂમમાં આરામ કરતાં હતા. રૂમમાં નિરવ શાંતિ અને એકાંત. બે જુવાન શરીરો પોતપોતાની જરૂરિયાત સંતોષવા હવાતિયા મારતાં હતાં. રેણુએ દુ:ખાવાનું બહાનું કરી સમીરને શરીર દબાવવાનું કહી બેડ પર સુઈ ગઈ. બળતા અગ્નિમાં ધી હોમાય પછી તો પુછવું જ શું? બળબળતી આગમાં લપટાયેલા શરીરો ઠંડક માટે એક થઈ ગયા. ન બનવાનું બની ગયુ, પછી તો લગભગ આ રોજનો ક્રમ થઈ ગયો. અગ્નિ અને ઘી બાજુમાં પડયો હોય, પછી ભડકો જ થાય ને ! જુવાનીમાં એક સફળ ભુલ થઈ જાય પછી જુવાન હૈયા અને શરીર તેમની હવસ દબાવી શકે ખરા?

            ડીગ્રીના છેલ્લા વર્ષની પ્રિલીમયરી પરીક્ષામાં સમીર વાંચનના અભાવે ધ્યાન હટી જવાથી ફેઈલ થઈ ગયો. તેના મા બાપ ચિંતામાં તેને ખુબ લડયાં, પણ શું થાય? સમીરને તેના કારણની ખબર હતી, પણ તેમાંથી છુટવું શી રીતે?

            સમીરે રેણુને આમાંથી છોડવા વિનંતી કરી, બહું રકઝક કરી, ફાઈનલ વર્ષમાં ફેઈલ થશે તો તેની કેરીયર બગડી જશે, મા બાપ તેને ખુબ જ લડશે, જેવી અનેક વિનંતીઓની અસર થવાને બદલે ઉલટું જ થયું, રેણુએ બંન્નેની અંગત પળોની કલીપ મોબાઈલમાં બતાવતાં કહયુ ‘‘મારે આ તારા મા બાપને બતાવવું પડશે કે શું?’’ વાધ એક વખત માણસનું લોહી ચાખી જાય પછી છોડે ખરો?


            આવા હલકટ બ્લેકમેઈલીંગથી સમીર ડઘાઈ ગયો. બપોરે બે વાગે તેણે રેણુને મોબાઈલથી ચોખ્ખી ના પાડી દીધી. તો સામે રેણુએ ધમકી આપી મોબાઈલ માં કલીપ  કાઢીને કહયું મારે તારા મા બાપને ઘેર આવવું પડશે.’’

            અંતે હારેલો સમીર રસોડામાંથી ધારધાર છરો કપડામાં વિટાળી ખિસ્સામાં છુપાવી સિડી મારફતે રેણુના બેડરૂમમાં આવ્યો. સમીરે છેવટે અમાથી છુટવા ખતરનાક નિર્ણય લીધો, એ સિવાય તેને કઈ સુઝતું જ ન હતું. રેણુ આજે પણ આનંદ કરવા મળશે ના વિચારથી ખુશ હતી, પરંતુ ભવિષ્ય કાંઈ બીજુ જ નિર્મીત થયુ હતું.

            ‘‘તારે માટે સુંદર ભેટ લાવ્યો છું, આંખો બંધ કર,’’ સમીરે પ્રેમથી કહયું અને રેણુએ આંખો બંધ કરી દીધી.એ જ ક્ષણે ધારદાર છરો સમીરે તેના ગળા પર ફેરવી દીધો. બે મિનિટમાં રેણુનો ખેલ ખલ્લાસ.બનવાકાળ બની ગયું, તરત સમીર સીડી મારફતે પોતાના ઘરે પહોંચી, સીડી હટાવી લીધી. પણ સમીર હવે સહેમી ગયો.

            બે કલાક પછી ઈન્સ્પેકટર રાવસાહેબ પોલીસ પાર્ટી સાથે ખુન કેસમાં હાજર થઈ ગયા. તપાસ ચાલુ કરી, પણ કોઈ કડી હાથ લાગતી ન હતી.

            સમીર ઘેર સુનમુન બેસી રહયો હતો, ના કાંઈ બોલે કે ચાલે. માબાપ વિચારતા હતા, આ સમીરને થયું છે શું?

            પોલીસે રેણુના મોબાઈલની તપાસ માલુમ પડયું કે એક નંબર સાથે છેલ્લાં મહિનામાં ખુબ જ વાતચીત અને ચેટિંગ થયું હતું. રાવસાહેબે એ નંબર દબાવતાં સામે છેડે સમીર તેના મોબાઈલમાં રેણુંનો નંબર જોતા ગભરાયો, અને ફોન ઉપાડયો જ નહીં. પણ ડીટેઈલ તપાસમાં તે સમીરનો નંબર છે, તે પકડાઈ ગયું. મોબાઈલમાં કલીપીંગ જોતાં રાવ સાહેબ ને જુવાનીના વ્યભિચારનો મામલો સમજાઈ ગયો.

            પોલીસ તપાસને અંતે મોબાઈલના કોલથી પકડાયેલા સમીરે પસ્તાવાથી કબુલ્યુ કે ‘‘સાહેબ, હું તેની લાલચમાં આવી ફસાઈ ગયો હતો, બ્લેક મેઈલીંગથી છુટવા આ અંતિમ પગલું ભરવું પડયું છે.’’

            રવિ રેડૃી રડતાં રડતાં વિચારતા હતા કે રેણુ અને મુન્ના માટે તો હું આટલી બધી મહેનત કરતો હતો, પછી રેણુએ આ શું કર્યું? તેમને કયાં ખબર હતી પૈસાથી બધુ ખરીદી શકાય છે, પણ જુવાન શરીરની જરૂરતોનું શું?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ