વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રત્યેક ક્ષણે મૃત્યું નિકટ આવતું જાય છે – પાબ્લો નેરૂદા


જો તમે યાત્રા નથી કરતા,
જો તમે શબ્દોને નથી પામતા,
જો તમે જીવનનો ધ્વનિ નથી સાંભળી શકતા,
તો પ્રત્યેક ક્ષણે તમારું મૃત્યું નિકટ આવતું જાય છે.

જો તમે જાતની અવહેલના કરી રહ્યા છો,
તો તમે ધીમે ધીમે ખવાઈ રહ્યા છો.
જ્યારે તમારો માહ્યલો ભાંગી પડ્યો હોય,
અને મદદ માટે આગળ આવેલો હાથ જો તમે પકડી ન શકો,
તો તમે મૃત્યું તરફ ધકેલાઓ છો.

જો તમારી આદતોએ તમને ગુલામ બનાવી રાખ્યાં છે,
તમારી દિનચર્યા એક જ ઘરેડમાં ચાલી રહી છે,
જો તમે રંગોની વિવિધતાને અપનાવી શકતા નથી,
કે અજાણ્યાઓ સાથે સંવાદ નથી કરી શકતા,
તો તમે મરવા લાગો છો.

જો પીડાઓ તમને પસંદ ના હોય,
સંવેદનાઓનો ખળભળાટ પણ ગમતો ન હોત,
તમારી આંખો અજવાળી દે
અને હૃદયની ગતિ નિરંકુશ કરી મૂકે, એવાં
લોકોથી તમે દૂર રહેવા લાગો છો,
તો તમારું મૃત્યું નિકટ આવતું જાય છે.

પ્રેમ કે જીવનનાં કાર્યોથી નાખુશ થઈને,
જો તમે માર્ગ બદલવાની હિંમત નથી રાખતા,
સલામતી ઝંખતું મન જો અનિશ્ચિતતાઓથી ભાગતું ફરતું હોય
અને સ્વપ્ન પાછળ દોડવાની હામ ખોઈ બેઠું હોય,
જો જીવનમાં ઓછામાં ઓછી એક વાર પણ,
અનુકૂળ આવતી સલાહોને નકારવાની હિંમત ન દાખવી હોય,
તો પ્રત્યેક ક્ષણે તમારું મૃત્યું નિકટ આવતું જાય છે.

અનુવાદ – સ્પર્શ હાર્દિક

*** 

પાબ્લો નેરૂદાના મૂળ કાવ્ય, ‘You start dying slowly’નો આ અનુવાદ ૩ મે, ૨૦૧૮ના રોજ ફેસબુક પર પોસ્ટ કરાયેલો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ