વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગોકલ

ગોકલ

સાંજના પાંચ વાગ્યા હતા, હું મારા દવાખાનાના પગથિયાં ચડતો હતો ત્યારે મારા જુના મિત્ર વિઠ્ઠલભાઈ આવ્યા. સારા એવા ચિંતિત દેખાતા હતા. તેમણે મને કહ્યું કે મારા બાપુજી બહુજ બીમાર છે અને મારે તેમને તેમના ઘરે જોવા જવાનું છે. તેમના ચહેરા પરની વ્યથા જોઈ બાકીનું કામ પડતું મૂકી મારી વિઝીટ બેગ લઇ તેમના ઘરે ગયો.
વિઠ્ઠલભાઈ ના બાપુજી એટલે ગોકલ, તેઓ અમારા શહેરની જાણીતી હસ્તી હતા, ઘણા વર્ષોથી તેઓ ચા ની હોટેલ ચલાવતા અને ફ્રાન્સના કોફી હોઉસમાં જેમ ગણમાન્ય વ્યક્તિઓ ભેગી થાય તેમ ગોકલની ચા ની હોટેલમાં ગામના ગણમાન્ય લોકો ભેગા થતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ કેન્સરથી પીડાતા હતા. રૂમની મધ્યમાં એક નીચા ઢોલિયા પર ગોકલભાઇ સુતા હતા તેઓ ખુબ જ બીમાર લગતા હતા. અને ગાંઢ નિંદ્રામાં હોય તેવું લાગતું હતું. તેઓ ઘણાજ સુકાયેલા પણ લાગતા હતા. તેમની આસપાસસ પંદરથી વિસ કુટુંબીજનો ઉભા હતા. મને જોઈ તેમની મોટી દીકરી એ કહ્યું, 'બપોરના બે વાગ્યાથી બાપા તમને બોલાવવાની જીદ કરે છે સારું થાય તમે આવ્યા' એટલું કહી તેણે બાપાને ઢંઢોળી કહ્યું, 'જુઓ ભાભા કોણ આવ્યું છે આંખ ખોલો અને જુઓ' આ સાંભળી ગોકલ ભાઈએ આંખો ખોલી, મહા મુશ્કેલીએ જાણે મારા પર નજર નાખી, મને જોયો, ઓળખ્યો અને સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો. "હું ક્યારનો તમારી વાટ જોતો હતો, સાહેબ,
તમે આવ્યા મને બહુ સારું લાગ્યું, મને પાણી પાશો?" 'કેમ નહીં, જરૂર પાઈશ,' મેં બાજુમાં ઉભા રહેલા એમના દીકરીને પાણીનો ગ્લાસ આપવા કહ્યું અને આસ્તે આસ્તે ગોકલને પાણી પાયું, ફરીથી મારી સામે જોઈને હસી ને કહ્યું, "હજી થોડું આપો,"મેં ફરીથી તેમને થોડું પાણી આપ્યું, તેઓ લગભગ અડધો ગ્લાસ પાણી પી ગયા પછી તેમેણે મારી સામે સ્મિત કરી તેમની પાસે આવવા અને તેમને પાણી પાવા માટે આભાર માન્યો, પોતાની આંખો બંધ કરી અને બીજી મિનિટે તેઓનો પ્રાણ ઉડી ગયો.
હું સ્તબ્ધ થઇ ગયો આખો હચમચી ગયો, શું માત્ર મને મળવા અને મારા હાથે પાણી પીવા ટકી રહ્યા હતા? શું મારા હાથે પીધેલું પાણી તેના જીવનરસના છેલ્લા ટીપાં હતા?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ