વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દર્પણ

સવાર નો સમય છે અને ગાડી મુંબઈ ના પછાત વિસ્તાર માંથી પસાર થઈ રહી છે. ઈશા પોતાની મોંઘી ગાડીમાં પાછળ ની સીટ પર બેસીને મોબાઇલ સ્પીકર રાખી મિત્રો સાથે વાતો કરી રહી છે.


ઈશાને બારી ખુલ્લી રાખી બેસવાની આદત છે. તે ખુલ્લી હવા નો ચેહરા પર અનુભવ કરતી કરતી હાથમાં નાનો અરીસો લઈ તેમાં પોતાનો ચહેરો નિહાળે છે બધું એકદમ શાંતી થી ચાલી રહ્યું હોય છે ત્યાં જ તેની ગાડી આગળ કોઈ નાનુ બાળક આવી જતા ડ્રાઇવર ગાડીને જોરથી બ્રેક મારે છે.


અચાનક આંચકો લાગતા ઈશા ના હાથમાંથી અરીસો છૂટીને ગાડીની બહાર પડી જાય છે..


"  ડ્રાઇવર અંકલ થોડું ધ્યાનથી ચલાવો ને શુ કરો છો યાર મારુ મિરર પડી ગયું... " ઈશા બોલી ...



" sorry બેટા આગળ કોઈક નુ બાળક આવી ગયેલું એટલે... " ડ્રાઇવર એ જવાબ આપતાં કહ્યું


" સારું સારું હવે ધ્યાન રાખજો ... "

ઈશા સ્માઈલ સાથે બોલી.


ઈશા તો એ જ ગાડીમાં આગળ નીકળી ગઈ પણ એ અરીસો ત્યાંજ જમીન પર પડ્યો રહ્યો હતો.. આ જોઈ એ નાના બાળકે તે અરીસો ઉઠાવી લીધો અને આશ્ચર્ય પૂર્વક પોતાનો ચહેરો તેમાં જોવા લાગ્યો .. પોતાના ઘરે આવુ કાઈ જોયેલું ન હોવાથી ત્રણ-ચાર વર્ષના આ બાળક નુ આશ્ચર્ય વ્યાજબી હતું. અરીસો વચ્ચેના ભાગેથી તૂટી ગયેલો હતો પણ ગરીબીમાં જીવન ગુજારતા આ બાળક માટે એ તૂટેલો અરીસા માં પોતાનો ચહેરો જોવાનો અનુભવ  કોઈ ખજાના થી કમ નહોતો..  ખુશ થઈ તે દોડતો દોડતો તેની માઁ પાસે જાય છે અને અરીસો સાચવવાનું કહી રમવા જતો રહે છે..



માઁ ની ઉંમર માં ખાસ મોટી નહોતી પણ જવાબદારી અને મજબુરી ના બોજ નીચે પોતાના સપનાઓને તે દબાવીને બેઠેલી તે સ્પષ્ટ હતુ. તે બાળક ના હાથમાં રહેલો અરીસો લઈ પોતાના માત્ર એક ઓરડા ના ઘરમાં જઈ દરવાજો બંધ કરી દે છે. પોતાની આવી ગરીબી વિશે વિચાર કરતા તેની આંખોમાં જળજળીયા આવી ગયાં..



થોડી વાર પછી તેણે તે તૂટેલો અરીસો પોતાના ચહેરા સામે રાખી આંખો ખોલી પોતાનુ પ્રતિબિંબ તેમાં જોવા લાગી..



" કેટલા દિવસો થઈ ગયા પોતાના ચહેરા ને જૂએ!! હે ભગવાન મને તો ધ્યાનમાં જ નતુ કે હું હજી પણ સારી લાગુ છું!!

અરે મૈત્રી ચાંદલો તો સરખો કરી લે!!

સાલું બાજુ વાળી રિયાડી કેતી તી તૂટેલા અરીસામાં મોઢું જોઈએ તો અપશુકન થાય...🤔🤔🤔

જાવાદે.... આનાથી ખોટું હું કરી લેવાનો સે ઉપરવાળો મારી હારે!!

નાનપણ માં હું કેટલી રૂપાળી હતી...

રમલી કાકી તો મને સહુથી રૂપાળી કેતાં ... હા હા હા હા 😅😅

બધા મને પસંદ કરતાં તા એ ટાઈમ...

પણ અત્યારે જુઓ... કોઈ હારી નોકરી આપવા હરુ પણ તૈયાર નથી...😏

થોડી વધારે મહેનત કરી હોત તો નાચતાં શીખવાડીને ય સારું કમાતી થઈ જાત... માવડી તો હજુએ કે છે...

હું બેસ્ટ નાચતી  તી.... પેલો ધર્મેશ કે સે ને... I LOVE DANCE... પણ હવે ઉંમર નીકળી ગઈ...

કાઈ નઈ... હું ડાન્સર ના બની શકી તો શુ થયું... એક દર્પણ તો ખરીદી જ શકાય...  અરે ના ના મોંઘવારી કેટલી છે બાબા!! મારા એક દર્પણ ના ચક્કર માં છોકરા નુ ખાવા ખર્ચો લાગી જશે... આટલો ખર્ચો કોણ કરે!!

ચાલ હવે જલ્દી કામે નઈ વળગે ને તો આજનો ખાવા ખર્ચો પણ આ અરીસો ખાઈ જશે... "


અરીસા માં જોતા જોતા તેના મનમાં ઉદ્દભવેલા વિચારો ઘોડા થી પણ તીવ્ર ગતિએ ભાગવા લાગ્યા હતાં ...આખો દિવસ છૂટક મજૂરી કરીને પોતાનું અને બાળકોનું પેટ પાળતી મૈત્રી ના મનમાં આ એક તૂટેલા અરીસા એ કેટલીય વણકહી યાદો તાજી કરાવી દીધી હતી... થોડી વાર પછી અરીસો કબાટ પર મૂકી તે ફટાફટ કામે નીકળી...




આજે દિવસ માં કામ વધારે મળ્યું હોવાથી રાતે થકી ને પણ વેતન થી ખુશ થઈને ઘરે પાછી આવી . રાંધવા બેસતી જ હતી ત્યાં તેનો છોકરો આવ્યો...


" કયો રખડતો તો તુ!  "

મૈત્રી બોલી


" માઁ આજ રાતે મેળો ભરાયો છે... સાંભળ્યું છે બધી વસ્તુઓ ત્યાં સસ્તા માં મળે છે... મને લઈ જાજે ને..."

નાનો છોકરો ઉત્સાહમાં બોલ્યો..



" સારું સારું... રાતની વાત રાતે.. ચાલ હાથ મોઢું ધોઈને બેસી જા ભુખ્યો થયો હોઈશ... "

મૈત્રી એ છોકરા સામે જોઈ કહ્યું...


કામ કરતા કરતાં તેની નજર બચત કરેલા પૈસા ના ગલ્લા પર પડી...


" મેળો છે તો ક્યાંક કોઈક ની લારી પર વાસણ નુ કામ મળી ગયું તો એની સાથે બચત ભેગી કરીને નવુ દર્પણ લઈ લેવાશે.

અરે વાહ મૈત્રી બહુ શાણી થઈ ગઈ છે તુ તો...

કેટલી મજા આવશે ....

હું રોજ પોતાની જાતને જોઈ શકીશ....

પેલી સામે વાળી દીવાલ પર લગાવીશ દર્પણ...

ઘર પણ મસ્ત લાગશે પછી તો...

ચાલ હવે ફટાફટ ઘર નુ કામ પતાવ પછી જઇએ ... "


જોત જોતામાં તે ફરીથી વિચારોમાં ખોવાઈ ગઈ... અમીર બાપા ના પૈસા પર જલસા કરતી ઈશા ના હાથમાં થી પડી ગયેલા એ અરીસા એ નીરસ જીવન જીવતી મૈત્રી ના મનમાં કેટલીય આશાઓ અને સપનાઓ ના બીજ રોપવા નુ શરૂ કરી દીધું હતું....


જોત જોતામાં અંધારું થઈ ગયું... અને મૈત્રી નો છોકરો ફરીથી મેળામાં જવા જીદ પર આવી ગયો... મૈત્રી એ એના છોકરા ને આજુ બાજુ ની બાયું ના છોકરાઓ સાથે બેસાડી ઘરમાં ગઈ અને બચત કરેલા પૈસા નો ગલ્લો ફોડી તેમાંથી પૈસા ભેગા કરી લીધા... અને છોકરા સાથે મેળે જવા  નીકળી...



મેળાની પહેલી દુકાનમાં તેણે પોતાની પાસે રાખેલી પરચુરણ દુકાનદારને આપી એના બદલામાં ચલણી નોટો લીધી.

પરચુરણ અંદાજિત છસ્સો રૂપિયા જેવું નીકળ્યું.. આગળ જઈ તેણે કોઈ રમકડાંની દુકાનમાં છોકરા ને બેસાડ્યો અને મેળામાંની જ કોઈ પાઉંભાજી ની દુકાન માં જઈ કલાક પેટે કામ માંગવા લાગી પણ બધે પ્લાસ્ટિક- કાગળ ના વાસણ માં ફાસ્ટ ફૂડ વેચાતું હોવાથી કોઈ ખાસ કામ મળ્યું નહીં... સ્ત્રી હોવાથી બીજું કાંઈ કામ રાતના સમયે મળે એ શક્ય નહોતું જણાતું...





મન મનાવીને પાછું વળવા સીવાય હવે કોઈ રસ્તો નહોતો...દુઃખી થઈ તે પોતાના છોકરા ને તેડી આગળ નીકળી ગઈ...

મેળો પૂરો થવા આવ્યો ત્યાં છેલ્લે ઘર સજાવટ ની એક દુકાન પર તેની નજર પડી ત્યાં જઈને તેણે છેલ્લી વાર મનની શાંતિ માટે તેણે ત્યાં જઈ અરીસાનો ભાવ પૂછવાનું નક્કી કર્યું... ત્યાંનો દુકાનદાર કદાચ ખાસ કોઈ ગ્રાહક માં મળવાને લીધે ઊંઘમાં જણાતો હતો...



" ભાઈ જી "મૈત્રી બોલી


" હા હં... બોલો દીદી શુ જોઈએ છે? " દુકાનદાર થોડું અચકાઈ ને બોલ્યો


" ભાઈ આ અરીસો બતાવો ને જરા " મૈત્રી બોલી


" આલો દીદી.. " દુકાનદાર અરીસો બતાવતા બોલ્યો "


" કેટલો સુંદર છે આ... "

આટલું બોલતા બોલતા મૈત્રી ના નિરાશ ચહેરા પર ચમક આવી ગઈ છે.


" દીદી સુંદર અરીસો નઈ એમાં જોવા વાળી તમારા જેવી છોકરીઓ હોય છે.."

દુકાનદાર વખાણ કરતા બોલ્યો.


" કેટલાનો છે? " મૈત્રી બોલી


" આમ તો 700 નો છે પણ તમારા માટે 650 માં લઇ લો"

દુકાનદાર બોલ્યો



" છસ્સો પચાસ... કોઈ સસ્તો બતાવો ને ભાઈઆ તો બહુ મોગડો પડે... "

મનમાં ભાવ ઓછો કરાવવાની ઈચ્છા સાથે મૈત્રી બોલી


" સારું ચલો તમે ભાઈ કીધું તો સ્પેશિયલ તમારા માટે ખાલી 500રૂપિયા બસ આનાથી સસ્તું નહિ પરવડે મારે... "

દુકાનદારે ભાવ ઓછો કર્યો...


" સારું સારું ભાઈ પેક કરી દો... 😊 "

પોતાના બજેટમાં અરીસો મળી શકવાની વાત થી ખુશ થઈને મૈત્રી એ સાથે સ્મિત કરીને કહ્યું




પણ તેની આ ખુશી એક પળમાં ગાયબ થઈ ગઈ જ્યારે તેણે પોતાના પાકીટ તરફ જોયું... પાકિટમાં ફક્ત 300રૂપિયા હતા... વિચારતાં યાદ આવ્યું કે તે પાકીટ છોકરાના હાથમાં આપીને કામ કરવા ગઈ ત્યારે છોકરા એ પાસેના  કોઈ નાના મંદિરમાં પાકિટમાંથી પૈસા નાખી દીધેલા..



મૈત્રીની રાત દિવસ ની કમાણી થી ભેગા થયેલા પૈસા ભગવાન ના નામે કોઈ મંદિર માં પડી ગયેલા આ વાત થી મૈત્રી ના મનમાં ખુશ અને દુઃખ એકસાથે ઉભરાઈ આવેલા...


આખરે આંખોમાં આંસુ સાથે ઘરે પછી ગઈ. આખા દિવસના થાક ને અંતે તેણે નાહિ ને સુઈ જવાનું નક્કી કર્યું. નાહવા માટે દોલમાં પડેલા પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈ તેના મનમાં હજારો લાગણીઓ ઉભરાઈ આવી.....



ગરીબી અને મજબૂરીઓ થી ભરેલા મૈત્રી ના આ જીવનમાં ફરી એક સપનું તૂટ્યું કે વધુ એક ઉણપ સાથે જીવવાનું તેણે અનુકૂલન સાધ્યું... મૈત્રી જેવા નજાણે બીજા કેટલાય લોકો હશે ભારતમાં જે આમજ રોજ નવા નવા અનુકૂલનો સાધતા રહેતા હશે.... 😢





THANKYOU SO MUCH 😊









JANVI PATEL

instagram :- @jan_v.patel._1505

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ