વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવા ને શું કહેવું !

મને અલગ અલગ વૃક્ષો ઉગાડવાનું બહુ ગમે. જયારે મારા આંબા પર પહેલી કેરી મેં જોઈ ત્યારે તો મારા આનંદ નો પાર નહોતો. હું મારા દરેક વૃક્ષ અને છોડને મારા સંતાન હોય તે રીતે તેમની કાળજી રાખી ઉછેરૂ છું. એક નવી કૂપળ કે કળી ફૂટી હોય ત્યારે મારૂ મન ખૂશીથી નાચી ઉઠે છે. બે દિવસ પહેલાં કેરલના બનેલા બનાવે મને હચમચાવી દીધી. આખી રાત મને ઊઘ ન આવી. જાણે બનાવ મારી સામે જ ન બન્યો હોય...હાથણીની આંસુ ભરેલી આખ કહી રહી હતી, કે... હે    નિષ્ઠુર માનવ હવે મારા માટે કોણ લડશે ? હૈયામાં ખૂબ ઉદાસી હતી. બીજા દિવસે જે બીજો બનાવ બનયો, ત્યારે તો હું ઢગલો થઈ ગૈ.  હું મારા ઝાડવાને પાણી પિવડાવવા ગૈ  તો આખા કયારામા મારા વહાલા ઝાડવા ને સળગાવી નાખયાની રાખ ઉડી ઉડીને મને ફરિયાદ કરતી હતી. તેની ચીસો હું જ એક  સાભળી શકતી હતી. તેમની સાથે મારૂ હૈયું પણ બળતું હતું. મારી અંદર પણ દાઝ્યાના ફરફોલા પડયાં જેને રૂઝાતા ખબર નથી કેટલો સમય લાગશે!  શું આવા માણસોને આપણે માણસ કહી શકીએ? સંવેદના છેક જ મરી પરવારી ! આવું અધમ કૃત્ય કરવાથી તેમને મજા આવતી હશે ?  અબોલ જીવ કોની પાસે ફરિયાદ કરવા જાય! શું તેમને કોઈ સજા થાય ? આપણે કોઈને પણ કહીએ તો મજાક બની જઈએ. ઝાડવામાં શું આ બોલતી હશે! તેમાં કયાં જીવ છે ! એતો પાછા ઉગશે ! એમાં આટલો હલ્લો મચાવી સંબંધ થોડો બગાડાય ! બોલો હવે શું કહેવું?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ