વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમની રાહ

શીર્ષક :- "પ્રેમની રાહ".



કરામત આખરે તારા પ્રેમની કઈક એવી હતી ,

જેમ કોઈ ફકીરે, લલાટે લગાવેલી શેલી હતી !


પ્રેમની તો થઈ અનુભૂતિ આજે મારા હૃદયમાં ,

શબ્દોમાં કેમ વ્યક્ત કરું અનુભૂતિ કેવી હતી !


હું પણ જોને ઊંડો ઉતરતો ગયો એના પ્રેમમાં ,

મારી પ્રેમની લાગણી જાણે એક પહેલી હતી !


પ્રેમ પણ વરસતો એનો તો એવો હતો જાણે ,

આભથી ધરા માટે વરસતી પ્રેમની હેલી હતી !


આંખ પણ રડે છે મારી જ્યારે રહે છે તું દૂર ,

મારા હૃદયની વાત , મારે તને તો કહેવી હતી !


એક પ્રેમ ભરી નજર જ પૂરતી છે મારા માટે ,

"સ્વપ્ન રાહ"ની રાહ ત્યારે પૂરી થયેલી હતી !



(શેલી :- ભભૂત, રાખ , એક નામ)


કિશન પટેલ "સ્વપ્ન રાહ".


સુરત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ