વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જ્યોતિધરા

આવીને મરે

પરંપરાની પ્રીત

એક દિવડે.


સારુંનરસું

ઘણી પોકળ વાત

પોચકા મન.


સ્મુતિ રચાય

અંતરદ્રષ્ટિ સંગ

એકાંત ખૂંચે.


શબ્દરમત

વાતોમાં રહી ગઈ

કોણ આચરે.


સરળ રીતે

આચરવી મુશ્કેલ

સલાહ એવી.


સત્તર વર્ણ

કહી દઉં છું ઘણું

હાઇકુ રૂપે.

 

ડૂબતો સૂર્ય

લઈ આવતો એક

નવી સવાર.


એક એકાંત

એક સારો ઉપાય

સારું પુસ્તક.


ઉલેચી નાખ્યું

અંતરમન છતાં

ભરોસો ગાયબ.


બાહ્ય તપાસે

વહી ગયું આયખું

અંદર હતું.


રતિક્રીડાએ

સમાન બની બેઠા

રાતદિવસ.


કુલર આવ્યા

રૂમે રૂમે બેઠક

ગરમી લાગે.


ખરતા પર્ણો

કૂંપળોની જ  આશે

ઉજાણી થતી.


ચતુર કાગ

આખરે છેતરાતો

એક માળામાં


મન તો બારી

સહેજ ઉગાડશો

તેજ પામશો.


રૂપાળી રાધા

કાનાને સાદ કર

હું પણ મળું.


એક જ રસ્તો

છતાં અલગ મુકામ

એક મંજિલ.


કહેવું હતું

ન કહ્યું ને એકલું

રહેવું પડયું.


સાચું કહું તો

પૂર્ણવિરામ લાગે.

સબંધ તૂટે.


ચાર દીવાલે

જો આદાનપ્રદાન

કેવું ભવિષ્ય?


જગત શાળા

ક્ષણે ક્ષણે શીખવે

રોજિંદુ જ્ઞાન.


ખાઈને ગોળ

માર્ગદર્શક બને

એ જ અજ્ઞાની.


ખોટા વખાણે

રીઝવું છતાં પ્રીત

સાચી કરું હું.


બંધ ઓરડે

જ્યોત લડે એકલી

અંતે વિજય.


ભુસાશે ડાઘ

વારંવાર પ્રયત્ને

કલંક નહીં.

 

યંત્રો કમાય

રોજગારી માનવ

બેરોજગાર.


ખોટા વાયદે

દિલે ટાઢક વળી

કાળા દિવસો.


ખોટે સો રાજી

સત્ય ખુલ્લું મૂકતાં

લાખો વિરોધી.


ફોન મળતા

ગાયબ થયા ટોળાં

એકાંત શોધે.


શેરીએ ફરું

નજર બારી પર

સેવું સપના.


હરણફાળ

નોતરે અકસ્માત

છબીએ હાર.


વીતેલી ક્ષણો

ઘૂંઘટ તાળે આજ

હું લાજી મરુ.


નયનધોધે

વર્ષો ભર્યો સમુદ્ર       

આજ ખાલી થ્યો.


સરળ હપ્તે

મળે ઘરવખરી

નહિ ચારિત્ર્ય.


અતિથિ દેવ

પોકળ છે માંબાપ

બહાર રહે.


કરોડપતિ

મન એક ચમાર

રંક લૂંટાય.


વર્ષા ટપકે

અમીર ન્હાય રંક

ચુવા ઝીલતો.


અસત્ય આચરુ

મળશે સતા, માન

સંતોષ નહિ.


તમે આવ્યાને

વર્ષોપૂર્વ કલ્પેલી

પ્રિત લ્યો ફળી.


પર્ણો માફક

વિખેરાય સંબંધો

ખોટી શંકાએ.


શમણે મળું

એ જ મુખ આજ તો

પ્રત્યક્ષ થયું.


મંગળફેરે

એક થઈ જીવતા

અંતે એકલા.


એક ખૂણેથી

ગાંધી,પટેલ નામે

બે જ્યોત ફૂટી.


ફૂલ મહેકે

ફોગટ લ્યા સૌ ફેરા

ભમરા ચોરે.


નોખા ચહેરે

નોખી દરેક જીભ

સત્ય સમાન.


હસ્તરેખાથી

નહિ ચમકે ભાગ્ય

કર્મ જ શ્રેષ્ઠ.


સમુદ્ર મહી

બુંદ ગર્વ ટપકયું

મળી ખારાશ.


નાહક ગણો

સૂર્ય મને હું દિપ

થવાને ઝંખું.


વહે ઝરણું

બની પરોપકાર

પંકજ પાકે.


જુવે છે ટોચ

કરે મન ગમતું

બીજું છોડી દે.


હું પ્રત્યક્ષ છું

તન છોડો અંતર

તપાસી જુઓ.


વાહ રે પ્રભુ

સાચો દંડાય સજા

ગોઠવે ખોટો.


સમણાં જુઓ

તે એવા રાતદાડો

બસ જગાડે.


નામ કામ હું

ભલે જુદા પડતા

આખરે એક.


નર સમક્ષ

ઉભેલો એ આયનો

જો છેતરાયો.


સિંહ છુપાતો 

વરુરાજ સુકાની 

અસત્ય થકી.    


અડગ રહી

કરે જા કર્મો યોગ્ય

પરમ શાંતિ.


વિચારી વધ્યો

પણ ઉતાવળે હું

જ પટકાયો.


ખેતર વાટે

નીકળે ગાડા ધાન

વેપારી લૂંટે.


વૃક્ષો નજીક

પાણી પથારી પાથરે

થાકેલો સુવે.


હાથ એ હાથ

સહેજ લંબાવશો

લાખો મળશે.


ભર બજારે

ચાર આંખો મળતા

નીંદર ખોઈ.


ગાઢ ધુમ્મસે

નિડર બની ચાલ

માર્ગ ખુલશે.



તડકો છાયો

એક સમાન સદા

હૈયે હરખ.


વાતા વાયરે

શ્વાસ મિશ્રિત મળે

તું ચાહે તે લે.


ન ગમે તને

હું માંગુ હાથજોડી

આપવા છતાં.


ઊંચા મકાને

દુર્ઘટના ફરતી

સ્પષ્ટ દેખાય.


મેઘ ગરજે

ભોમ સત્કારે જીવ

વૃક્ષો બાકાત.


સરળ હપ્તે

મળે ઘર ને ગાડી

સ્વમાન નહિ.


છત્રી હાથમાં

પહેલા વરસાદે

તોય પલડયો.


કાલ હતું એ

આજ નથી છે એની

કદર નથી.


મળે કંઈક

ફોગટ તો નશીબ

ન મળે દુઃખ.


એક થી એક

ભલું પણ નકામું

મળતા અંત.


પાંખો તો હતી

બંધ મકાને હવે

ઉડું કેટલું.


સહુ કેટલું

કાચ માફક રોજ

તૂટે ભરોસો.


કેટલી વાતો

આપણે રોજ કરી

છતાં અજાણ્યા.


સૂક્ષ્મ જિંદગી

ભેગું તો કર્યું એમાં

મારુ કેટલું.


ફોન મૂકીને

બેઠો હું બધા સાથે

શું મજા હતી.


તું એકલો જા

ભય અંદર રાખ

રસ્તો મળશે.


છે સ્વતંત્રતા

કરો ઈચ્છા પૂરતી

લાજ રાખજો.


ઓનલાઈન

મિત્રવર્તુળ મોટું

સંબંધો ઘટ્યા.


ધૂળે પુસ્તકો

ગેમ રમી કહેતો

સમય નથી.


ઝરૂખો નથી

નથી રહી એ વાટ

બેરોજગારી.


જડ ન બનો

જળ બની તો જુઓ

બધે ફાવશે.


બેઠી બારણે

આંખ તળે ભીનાશ

ખોટા વાયદે.


ટૂંકા આયખે

નિંદા કેરો બળતો

રૂડા સંસારે.


નાના ન મોટા

વિશાળતા જ ખરી

મન મોટાઈ.


મન વમળ

રચી કહેતું ગયું

મજાક હતી.


જોઇ વસંત

પેલી ઋતુઓ કેવી

મલકાય રે.


વસંતે પણ

પેલા ખટકે મુજ

કંટકો જાજા.


વસંતને શું

સહતું પાનખર

પછી પામેં તું.


વસંત મોહ

ખગ,વૃક્ષે કાયમ

આપણને છે?


વસંત,ફૂલ

ગમતું મને છતાં

વૃક્ષ હું કાપુ.












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ