વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી મારી ઘટના

પીગળતી સાંજે હું અચાનક

તારી યાદો પીતી 'તી ત્યાં,

એક પાન ખરી પડ્યું !,

આથમવા નીકળી પડેલી

એ સાંજ ને ય  જાણે

તારા ના હોવાનો ફેર પડ્યો,

મેં કહ્યું  તું ઢળી જા,

એ મારી મથામણ છે,

રાત બની ને આવજે તું,

સપનાથી લદાયેલી હું

ઊંઘ ને ઢસડયા કરીશ,

એ હાજર થશે જ,

મેં સમજૂતી કરી છે,

એ સળવળતો ખેંચાઇ આવશે,

મારી આંખોમાં સપનું બની,

ટેકવીશ એને ને  જકડી રાખીશ,

જાણું છું પરોઢીએ ઉડી જશે,

પતંગિયું બની ને.....

પછી બપોરે સળવળશે,

આકરી યાદો ના વાદળો

મારી  પાંપણે.... ને ફરી

સાંજ પડશે ને પેલું પાન ખરશે,

ચાલુ ફરી એ જ સિલસિલો.

તારી મારી ઘટનાનો..

પારુલ અમિત "પંખુડી"☘️



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ