વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પિતા

મા નાં અમુલ્ય બંધનમાં બંધાયેલ છે પિતા,

દીકરીની લાગણીનો અનંત દરિયો છે પિતા,

દીકરાની હિંમતનો વિશાળ પહાડ છે પિતા, 

પિતાનાં દિવસો નો હોય એ તો હમેશાં હોય, 


સંસારના ઘરોનો મજબૂત મોભી છે પિતા,

કુટુંબીજનો માટે ભગવાનનું સ્વરૂપ છે પિતા, 

લાખ તકલીફોનું એકમાત્ર સમાધાન છે પિતા, 

પિતાનાં દિવસો નો હોય એ તો હમેશાં હોય,


સુખમાં આખી દુનિયા બતાવે, એ છે પિતા, 

દુઃખમાં પણ હસીને બતાવે, એ છે પિતા, 

ખુદ ભૂખે રહી કુટુંબને જમાડશે, એ છે પિતા, 

પિતાનાં દિવસો નો હોય એ તો હમેશાં હોય, 


નિસ્વાર્થ પ્રેમનો સાચો પૂજારી છે પિતા,

જિંદગીનો પહેલો સુવર્ણ સાથ છે પિતા, 

સંસ્કારોના સિંચનનો ઊંડો કૂવો છે પિતા, 

પિતાનાં દિવસો નો હોય એ તો હમેશાં હોય, 


"Love you Papaaaa"


- મિલન અંટાળા (સુરત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ