વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

“પ્રથમ પગલું- સાહિત્યના સરનામે"


“પ્રથમ પગલું- સાહિત્યના સરનામે"

પ્રણયની વેદના કોતરવી છે મારે,

શબ્દ રૂપી માયાજાળ બનાવવી છે મારે,


છંદ રૂપી છંદૌલય વર્ણવવા છે મારે ,

અલંકારની અલંકારીતામા છવાઈ જવું છે મારે,


શબ્દરૂપી ગઝલની કેડીઓ કંડારવી છે મારે ,

દુહા મુક્તક ભેગા કરી નવી કવિતાઓ રચવી છે મારે,


શબ્દરૂપી આ માયાજાળ બનાવી,

જીવનની ઘટમાળને વિસરી જવું છે મારે,


પ્રણયની આ વેદનાઓ દ્રારા, સાહિત્ય સ્વરૂપમાં ખોવાઇ જવું છે મારે,



પ્રણયની વેદના કોતરવી છે મારે,

શબ્દ રૂપી માયાજાળ બનાવવી છે મારે.


​                    ​-ભરત રાઠોડ“રાધેય"

               

​                  ​સંપાદક- વિજય શિહોરા





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ