વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માય પ્રિન્સેસ

ફાધર્સ ડે મધર્સ ડે બ્રધર્સ ડે... ના જાણે કેટકેટલા દિવસો..

આખા વર્ષમાં કોઈ પર્ટીક્યુલર દિવસ આવે અને આપણે એને જોરશોરથી મનાવી લઈએ.. જસ્ટ ફોર્માલિટી આથવા તો એજ જતાવવા કે આપણે એ વ્યક્તિને કેટલો બધો પ્રેમ કરીએ છીએ.. એ વ્યક્તિની પાસે જઈ એની જોડે હસતાં મોંએ સ્માઈલ સાથે એક સેલ્ફી પાડી આપણે ફાધર્સ ડે મધર્સ ડે ઉજવી લઈએ છીએ..

વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા ઘણા સોસીયલ મીડિયા પર આપણે પપ્પા સાથે મમ્મી સાથે સેલ્ફીઓ પાડીએ પોસ્ટ કરીએ. માત્ર એજ જતાવવા ને કે આપણે આપણાં પેરેન્ટ્સ થી કેટલા જોડાયેલા છીએ.

જો તમે તમારા પેરેન્ટ્સને સાચે જ પ્રેમ કરો છો એની પરવાહ કરો છો. તો એને એક ગુલાબ આપી ને, આઈ લવ યુ કહી ને પણ તમારો પ્રેમ જાહેર કરી શકો, પછી દિવસ કોઈપણ હોય શુ ફરક પડે છે..

તમે હું આપણે બધા જ સરખા છીએ. આપણને પેરેન્ટ્સની વેલ્યુ ત્યારે જ સમજાશે જ્યારે આપણે ખુદ પેરેન્ટ્સ બનીશું. આ જે મા તરીકે ની, બાપ તરીકે ની જવાબદારી છે ને.., એ બહુ જ મોટી જવાબદારી છે.. એની વેલ્યુ આપણને અત્યારે સમજાશે જ નહીં. પણ એક દિવસ આવશે કે મને, તમને આપણને બધાને ખબર પડશે, જ્યારે આપણો દિકરો કહેશે પપ્પા તમને નહીં સમજાય..!

જ્યારે આપણી દિકરી કહેશે પપ્પા, આ મારી લાઈફ છે. મારે જેમ જીવવી હોય એમ જીવું.. જ્યારે તમારો દિકરો કહેશે, મમ્મી મારી વાઈફ કહેશે એજ સાચું, જ્યારે તમારી દિકરી કહેશે, મોમ, ડોન્ટ ઇન્ટરફીયર ઈન માયલાઈફ.. ગઈ વખતે મેં આજ દિવસે, ના 22 જૂને એક સ્ટોરી લખેલી. ગઈકાલનો ફાધર્સ ડે, આજે પણ લખીશ, ફરી એજ કટાક્ષ કરીશ.

***

આ વાર્તાની શરૂઆત થાય છે શ્રુતિના નવા આલીશાન ઘરથી, જ્યાં આજે શ્રુતિએ એના સો કોલ્ડ ફ્રેન્ડ્સને ઘરે બોલાવેલા, આજે શ્રુતિની બ્રેકઅપ પાર્ટી હતી. એની ચાર ફ્રેન્ડ્સ રીતુ તન્વી રૂપલ અને જ્યોત્સના, અને કોલેજનો રોમિયો. તન્વીનો બોયફ્રેન્ડ વીર.. એ પાંચેય લોકો પાર્ટી માટે કેક, ગિફ્ટસ અને બિયર બોટલ્સ લઈ શ્રુતિના ઘરે પહોંચ્યા. બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા.

એની એકની એક લાડલી શ્રુતિની પાર્ટી હતી. એટલે સવારની એના અને એના ફ્રેન્ડ્સ માટે નાસ્તો બનાવી બનાવી સાંજ સુધીમાં કેતકી થાકી ગયેલી. છતાં એણે હસતાં મોં એ આખું ઘર સજાવ્યું. એને નાહવાની પણ ફુરસ્ત ના મળી. કારણ કે એ તૈયાર થાય એ પહેલા જ એ લોકો આવી ગયા.

બંધ દરવાજા ને પેલે પાર ડોરબેલ વાગી, એટલે એ લોકોનું સ્વાગત કરવા કેતકી દરવાજો ખોલવા દોડી.. કે રૂમમાં થી બ્લેક શોલ્ડરલેસ ડ્રેસ પહેરેલી ઘૂઘરાળા વાળવાળી શ્રુતિ બહાર દોડી આવી.., કેતકી હજુ દરવાજો ખોલે એ પહેલા જ શ્રુતિએ એને અટકાવી... એ એના પર ખીજાય,

''મમ્મી શુ કરે છે.. મારા દોસ્તો સામે મારી ઇન્સલ્ટ કરાવીશ..''

એમ કહી એ દરવાજા પાસે પહોંચી. એણે એની મમ્મીના વેશ પર એક નજર નાખી..

''મમ્મી તું તારો આ અગ્લિ ચહેરો લઈ એ લોકો સામે ના આવતી પ્લીઝ.. એ બધા બહુ જ હાઈફાઈ લોકો છે. કોલેજમાં મારી ઈજ્જતનો તો વિચાર કર..''

શ્રુતિના શબ્દો જાણે કેતકીના હ્ર્દયને વીંધી રહ્યા હતા. એને અંદરથી પીડા આપી રહ્યા હતા. છતાં એ કઈ ના બોલી, એણે કહ્યું.

''સારું તમે લોકો પાર્ટી કરો હું અંદર જ રહીશ.''

''હા, સારું છે જ્યાં સુધી એ લોકો જાય નહીં ત્યાં સુધી બહાર ના આવતી.'' શ્રુતિએ મમ્મીને ધમકાવતા કહ્યું.

''ઠીક છે.'' એમ કહી કેતકી અંદર જતી રહી..

એ પછી શ્રુતિએ ચહેરા પર બનાવટી સ્મિત સાથે દરવાજો ખોલ્યો. સામે જ પાર્ટી માટે રંગબેરંગી ગિફ્ટ, કેક અને બિયર બોટલ્સ હાથમાં લઈ એ લોકો ફેશનેલબલ ટૂંકા પાર્ટીવેર ડ્રેસીસ માં સજ્જ બની સામે સ્મિત કરતા ઉભા હતા. શ્રુતિએ એ લોકોનું વેલકમ કર્યું. એને ગળે લાગી, એની ફ્રેન્ડ્સ સાથે ઘરમાં પગ મુકતા જ વીરે એના ઘરના વખાણ કરતા પૂછી લીધું.

''અરે વાહ શ્રુતિ, ઘર તો મસ્ત સજાવ્યું છે..! કોણે આંટીએ સજાવ્યું..?''

શ્રુતિ એ લોકો સામે હસી,

''ના ગાયઝ, ઘર મેં સજાવ્યું છે. મમ્મી તો અંકલ સાથે બિઝનેસ ટ્રીપમાં સિંગાપોર ગઈ છે. ઘણા સમયથી હું એકલી જ રહું છું ઘરે..''

''હમ્મ, લેટ્સ ઇન્જોય..''

એ લોકો અંદર ગયા..

એ પછી, લાઉડ મ્યુઝિક ના તાલે બધાએ પાર્ટી માણી વીર અને તન્વી હાથમાં હાથ નાખી એના ફ્રેન્ડ્સ સાથે નાચ્યાં, બધાએ સાથે મળી ડ્રિંક્સ લીધું.. શેમપેઈન કર્યું... એ પછી શ્રુતિએ દીવાસળી સળગાવી, અને ડાઈનીંગ ટેબલ પર મુકેલા બ્રેકઅપ કેકમાં ગોઠવાયેલી મીણબત્તીઓ સળગાવી,

એજ વખતે એના મોં માંથી આહ નીકળી ગઈ.. સહેજ એનો હાથ દાજ્યો, અને એ ચીસ પાડી ઉઠી..

''આ..આઉચ્ચ..''

દિકરીની ચીસ સાંભળી કેતકી દોડતી હોલમાં આવી પહોંચી..

''શુ.. શુ થયું શ્રુતિબેટા...?''

સામે ઉભેલી એ નોકર જેવી એક કદરૂપી સ્ત્રીને જોઈ. સૌ કોઈ એકપળ તો ડરી જ ગયા.. એનો અડધો ચહેરો બહુ ખરાબ રીતે દાજેલો અને કાળો પડી ગયેલો.. કે જોઈને જ માણસને ચીતરી ચડી જાય.. શ્રુતિએ નોટિસ કર્યું કે વીર સિવાય એની દરેક ફ્રેન્ડે મોં ચડાવ્યા. એ જોઈ શ્રુતિને કેતકી પર બહુ જ ગુસ્સો આવ્યો.

એણે કેતકીને બધાની સામે ધમકાવી..

''તને ના પાડી હતી ને બહાર આવવાની.. તું બહાર શુ કામ આવી..? જા જઈને તારું કામ કર..''

કેતકી ભીની આંખે આંસુ લૂછતી.. અંદર દોડી ગઈ...

પોતાની પરી જેવી દિકરી પાસેથી આવા અપમાન જનક શબ્દોની એને આશા નોહતી. એને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક મારી પરવરીશમાં જ કોઈ કમી રહી ગઈ.. આ છોકરીને આટલી છૂટ આપી, એક મા નહીં પણ બેસ્ટફ્રેન્ડ જેવો વ્યવહાર કર્યો. અને એણે આજે.... એ પોતાના ચહેરાના એ કદરૂપા દાગનું પ્રતિબિંબ સામેના કાચમાં જોઈ રહી.

આ તરફ શ્રુતિએ એના ફ્રેન્ડ્સ સામે હસીને કહ્યું.

''ગાયઝ આઈ એમ સોરી.. એ અમારી બાઈ હતી., ઇગ્નોર ઇટ..''

શ્રુતિએ કેક કાપ્યો. અને બધાએ ઇન્જોય કર્યું..

છેલ્લે બધા ડાઈનીંગ ટેબલ પર બેસી નાસ્તો માણી રહ્યા હતા ત્યારે વીરે શ્રુતિ સામે જોઈ કહ્યું.

''શ્રુતિ મયંકે તને છોડી પેલી ડોલી સાથે લગ્ન કર્યા એ સારું જ કર્યું.'' એની વાત પર શ્રુતિ અને એની બધી જ ફ્રેન્ડ એને ઘુરી રહી.. વીર આગળ બોલ્યો. ''આજે ખબર પડી ગઈ કે તું કેવી વાહિયાત છોકરી છે.''

એની આ વાત પર શ્રુતિને બહુ જ ગુસ્સો આવતો હતો. પણ એ એની તરફ આંખો કાઢતી મનમાં ગુસ્સો દબાવી ચૂપ રહી..

તન્વીએ વીરને રોક્યો.

''વીર તું આ શુ બોલે છે.. માન્યું કે મયંક તારો બેસ્ટફ્રેન્ડ હતો પણ શ્રુતિ ને તો તું તારી બહેન માને છે ને.. કોઈ ભાઈ પોતાની બહેન માટે આવું કઈ રીતે બોલી શકે..?''

શ્રુતિએ ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડતો કહ્યું.

''ગાયઝ સ્ટોપિટ..''

''મને બોલવા દે શ્રુતિ.. તકલીફ થઈ છે મને.. એ સ્ત્રી તારી મમ્મી છે ને..?, મિસ. કેતકી દેસાઈ..!''

એની વાત પર સૌ કોઈ ચોંક્યા..

''શ્રુતિ તારા કઝીન વિકીએ મને કહેલું કે, દશ વર્ષ પહેલા તમારા જુના ઘરમાં આગ લાગેલી અને એમાં આંટીનો અડધો ચહેરો દાઝી ગયેલો,''

એની વાત પર ચોંકતા રૂપલે પૂછ્યું.

''ઓહ..! તો હમણાં આવેલી એ અગ્લિ સ્ત્રી શ્રુતિની મમ્મી હતી..?''

''હા,'' વીરે વાત નો ખુલાસો કરતા કહ્યું. ''આપણી શ્રુતિએ આપણી વચ્ચે પોતાની આ સો કોલ્ડ ઈજ્જત બચાવવા બહુ જ સરળતાથી પોતાની મમ્મીને નોકરાણી બતાવી દીધી.'' એણે એની સામે તાળી વગાડી.. ''વાહ શ્રુતિ વાહ..''

શ્રુતિ મનમાં ગુસ્સો દબાવતી વીર ના એક એક કટાક્ષો સાંભળતી રહી..

જ્યોત્સનાએ શ્રુતિ સામે જોઈ કહ્યું.

''શ્રુતિ ધેટ્સ નોટ ફેર.. ગમે તેવી અરે.. મોમ છે એ તારી..''

શ્રુતિએ વીર પર ગુસ્સો બતાવતા કહ્યું.

''વીર ઈનફ, આ મારું પર્સનલ મેટર છે.. તું કોણ છે બોલવાવાળો..?''

''અરે ભાઈ છું તારો, ભાઈ માને છે ને તું મને..!''

શ્રુતિને બહુ જ ગુસ્સો આવતો હતો. પણ એ ખામોશ રહી..

વીર પોતાની જગ્યાએ થી ઉભો થયો અને એના ઘરમાં સામે ના એક ટેબલ પર પડેલી એક ફોટોફ્રેમ ઉઠાવી,

એમાં કાળા રંગના બ્લેઝરમાં સજ્જ ટોપ બિઝનેસ વુમન મિસ. કેતકી દેસાઈને એની નાનકડી ઢીંગલી વળગીને ઉભી હતી. નીચે લખ્યું હતું 'મી. એન્ડ માય પ્રિન્સેસ'

એ તસ્વીર પર લાગેલી વર્ષોની ધૂળ પર આંગળી ફેરવતા વીરે કહ્યું.

શ્રુતિ એક સત્ય કહું.

''તારી મમ્મીના ચહેરા પર જે દજેલો દાગ છે ને, એજ તારું આ મીઠું સ્મિત છે..,'' એની આ વાત પર શ્રુતિ સહિત સૌ ચોંક્યા.. ''વિકીએ જ મને કહેલું કે એ દિવસે તને બચાવવા કેતકી આંટી ખુદએ ભીષણ આગમાં કુદેલી કારણ કે એની પ્રિન્સેસ ને કઈ થાય નહીં.. એના ચહેરા પર એ જે દાગ છે ને, એ તારો પોતાનો દીધેલો છે.''

એની વાત સાંભળી શ્રુતિ રડી પડી..

''મારી મમ્મીએ મારા માટે આટઆટલું કર્યું અને મેં.., મેં એને અત્યાર સુધી બસ રડાવી જ.. ધિક્કાર છે મને એક દિકરી હોવા પર..''

વીર ની વાત સાંભળી ત્યાં બેઠેલી એ બધી જ છોકરીઓ ની આંખ ભીની થઈ ગઈ.. શ્રુતિ એની મમ્મી પાસે દોડી..

કેતકીનો રૂમ ખુલો હતો.. એ અંદર દાખલ થઈ તો એની ચીસ નીકળી ગઈ..

મમ્મી...

બેડ પર કેતકીની લાશ પડી હતી.., એના અધખુલા હોઠમાં થી ફીણ નીકળી રહ્યા.. બેડ ની કિનારીએ ઝુલતો એનો અધખુલ્લો હાથમાં, કેટલીક રંગીન ટિકડીઓ હતી, નીચે ફર્સ પર એક કાગળ અને ઝેરની અધખૂલી બોટલ પડી હતી..

શ્રુતિ દોડીને એની મમ્મીના એ બેજાન શરીરને વળગી હૈયાફાટ રડી પડી..

વીરે એ કાગળ ઉઠાવી વાંચ્યો તો એના પર લખ્યું હતું.

''એક સ્ત્રી તરીકે તો હું પહેલા જ હારી ગયેલી. જીવતી હતી તો એક માં તરીકે પણ હવે.. એક માં પણ મરી ગઈ..

માય પ્રિન્સેસ, તું હંમેશા ખુશ રહેજે...''

                                       સમાપ્ત


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ