વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મમ્મીનો કીકલો

  • હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ,

મમ્મી કેરા હ્યદયમાં, મળતા ચારોં ધામ.

હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ,

માથું જો દુખે મારું, ખૂબ હેતથી ફેરવે હાથ.

પછી આ ટાઈગર ઝંડુનું શું કામ ?

હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ.

ગરમી જો લાગે મને, પાલવ ફેરવે તત્કાલ,

પછી આ કુલર પંખાઓનું શું કામ ?

હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ.

ઠંડી જો લાગે મને તો, હોડમાં લે તત્કાલ.

પછી આ ગરમ સ્વેટર -મોજાનું શું કામ ?

હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ.

"સ્નેહ" કહે, મા સર્વધર્મનું છે એક ધામ.

પછી મંદિર-મસ્જિદ નામે, લડવાથી શું કામ ?

હું મમ્મીનો કિક્લોને, ભયલુ મારું નામ.







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ