વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભગવાનને પ્રશ્ન

શિર્ષક -ભગવાનને પ્રશ્ન

લેખક -પારુલ અમીત"પંખુડી"

દાદરો ઉતરતી વખતે રુહી એ બીજા માળે અધખુલ્લુ,  તૂટેલું બારણું ઉઘાડયું, જાળા ખંખેરી રૂંધાયેલા શ્વાસ સાથે મોઢા ઉપર પાલવથી ડૂચો માર્યો ને આગળ વધી, કટાઇ ગયેલ ભંગાર જેવું 

ફર્નિચર  ઠેબે ચડાવી નિશ્ચેત આ ઓરડામાં એ અવાજની દિશા તરફ વળી, ખૂણેખાંચરે જાળા હાથથી હટાવી ખુલ્લા પગે  પેસેજ તરફ વળી, ને તૂટેલી ખુરશી નીચે સંતાઈ ગયેલી, ગભરાઈ ગયેલી એને બહાર કાઢી.બે ઘડી એને બિલાડીમાં પોતાની છબી દેખાઈ,

હાથમાં લપાયેલી બિલાડી  એને ચાટવા લાગી. જાણે એને કહી રહી હતી પશુ બન્યા વિના  તારાં જીવનના કાટ  ખાઈ  ગયેલાં વર્ષો ને જાળાની જેમ હટાવી દોટ મૂક,  એની અંદરના પશુ ને ખતમ કરવાં.ને સતત સંઘર્ષ અને પતિના અંગત ફફડાટ થી ઘેરાયેલીએ  બિલાડીને નીચે ઉતારી,  હાથની ઘૂળને ખંખેરતી સડ્સડાટ નીકળી પડી દાદરા તરફ રોજની જેમ ભગવાનને એક પણ પ્રશ્ન કર્યા વગર.

પારુલ અમીત"પંખુડી"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ