વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાલા- ફિલ્મ રિવ્યુ

હું છું જય ધારૈયા અને આજે હું બાલા ફિલ્મ નો એકદમ પ્રામાણિક રિવ્યુ લઈને આવ્યો છું મને આશા છે વાંચકમિત્રો તમને લોકોને આ રિવ્યુ ગમશે..


●ફિલ્મની વિશેષતા


             આપણા બોલિવૂડ માં એક સૌથી મોટી ગેરસમજ છે કે "ફિલ્મ તો મોટા મોટા સ્ટાર અને મોંઘા મોંઘા સેટ ના નામ પર જ ચાલે છે" અને લોકો એ જ વિચારે છે કે જો ફિલ્મ નું બજેટ વધારે છે તો કમાણી તો આપોઆપ ડબલ થઈ જશે.તો દોસ્તો એવું કંઈ નથી તનારા આંખોના પડદા હટાવી લો.કારણ કે આ ગેરસમજ ને ખૂબ જ સચોટ જવાબ આપ્યો છે બાલા જેવી સ્મોલ બજેટ ફિલ્મએ!

         ના તો આ પિક્ચર માં ખૂબ ન પોપ્યુલર એક્ટર્સ છે ના આ ફિલ્મ ને બનાવવા વધારે બજેટ રાખવું પડ્યું.


Story-  બાલા

       ફિલ્મની સ્ટોરી એક બાલા નામના વ્યક્તિ વિશે છે જે નાનપણ માં તેના સિલ્કી અને લહેરાતા વાળ થી ખૂબ જ પ્રખ્યાત હોય છે.પણ સમય નું પૈડું એવું ગુમે છે કે બાલા ના વાળ ને લાગી જાય છે કોઈની કાળી નજર! અને Hairfall(ગુજરાતીમાં ખોડો) નામનો રાક્ષસ તેમની જિંદગીને બરબાદ કરી દે છે.હવે બધી જગ્યાએ બાલા ની મજાક ઉડાવવામાં આવે છે અને લોકો તેના ચીડવી ને આલગ નામોથી બોલાવવા લાગે છે.પણ તે જ સમયે બાલા ની જિંદગીમાં એન્ટ્રી થાય છે એક છોકરીની! ધીમે ધીમે એ લોકો એકબીજાને પ્રેમ કરી બેસે છે પણ આ રિલેશનશિપ એક ખોટી વાત ઉપર બનેલી હોય છે અને ખોટું બોલાયેલી રિલેશન શિપ હમેશા નથી ટકતી.


●દર્શકના મનમાં ફિલ્મ દરમિયાન થતા સવાલો.

1.હવે શું થશે જ્યારે બાલા નું સિક્રેટ તેના પ્રેમ ની વરચે આવી જશે?

2.શું વ્યક્તિ નો દેખાવ તેના ચરિત્ર કરતા વધારે મહત્વનો છે?

3.શું બાલા પોતાની લાઈફ નો હીરો બની શકશે?

4.અને કેવી રીતે એક મામુલી આદમી આ નીચી સોચ રાખવાવાળા ઓને જોરદાર જવાબ આપશે?

           આની ઉપર જ ફિલ્મ ને લખવામાં આવી છે.


●ફિલ્મ શું કહેવા માંગે છે?

           તમે માનો કે ના માનો આપણા બધાની અંદર એક બાલા છુપાયેલો છે.જે કદાચ કાળો છે,ટક્લો છે,જાડિયો છે અને આ વાતનો ડર બધાને લાગે છે.


● ફિલ્મ જોવામાં કેટલી મજેદાર?

             ફિલ્મ ને એવી રીતે બતાવવામાં આવી છે કે જ્યારે તમે ફિલ્મ જોવો ત્યારે એમ જ થશે કે આ તો આપણે આપણી જિંદગીને જ જોઈ રહ્યા છીએ.અને જો વખાણ કરવા હોય તો આ ફિલ્મ બનાવવા વાળાઓના કરવા પડે કારણ કે તેમણે આ મુદ્દા પર ફિલ્મ વિચારી.અને બે કલાક પછી જ્યારે આ ફિલ્મ જોઈને બહાર નીકળશે ત્યારે તમે પણ પોતાની રિયલ લાઈફ ના હિરો બનીને બહાર નીકળશો.

           જે રીતે એક મિડલ કલાસ ફેમિલી ને ફિલ્મ માં દર્શાવવામાં આવી છે એ આપણને એકદમ હકીકત તરફ લઈ જાય છે.


●ફિલ્મ ની ખાસિયત

             આ ફિલ્મ માં કોઈ પણ અલગ થી મસાલો નાખવામાં નથી આવ્યો જે છે એ હકીકત જ બતાવવામાં આવી છે જેનાથી આ ફિલ્મ બોલોવૂડ ની બીજી ફિલ્મ કરતા સારી છે એમ કહી શકાય.હવે તમને થશે કે હકીકતની વાત કરી તો ફિલ્મ એકદમ સિરિયસ હશે તો એવું પણ નથી ફિલ્મ માં કોમેડી પણ ખૂબ જ વધારે કરવામાં આવી છે જે તમને પેટ પકડીને હસવા ઉપર મજબૂર કરી દેશે.

             હા કોઈક જગ્યાએ ફિલ્મ માં ભાષા થોડીક ઓકવર્ડ થઈ જાય છે તમે સમજી શકો છો કે હું શેના ઉપર ઈશારો કરી રહ્યો છું.


●ફિલ્મમાં કેવી છે એક્ટિંગ?

       ફિલ્મમાં આયુષમાન ખુરાનાએ જે સ્ટ્રગલ કરતા વ્યક્તિની એક્ટિંગ કરી છે  તે તમારા દિલને ટચ કરી લે છે.અને ભલે તમારી જિંદગીમાં બાલા નામનો કોઈ વ્યક્તિ હોય કે ના હોય પણ આ ફિલ્મ જોયા પછી બાલા તમારા દિલમાં એક સ્પેશિયલ જગ્યા બનાવવાના છે.અને આયુષમાન ના જેટલા વખાણ કરીયે તેટલા ઓછા છે તે એક એવા કલાકાર છે જે તમને તેમની એક્ટિંગ થી  ખેંચી લે છે.

           ભૂમિ અને યામી ગૌતમે પણ ખૂબ જ સરસ એક્ટિંગ કરી છે.આખી સ્ટોરી બાલા ઉપર હોવા છતાં આ બન્ને લોકોએ એક્ટિંગથી ફિલ્મ માં પોતાની ખાસ જગ્યા બનાવી છે.


● સમાપન

          આ ફિલ્મ એક સિરિયસ મેસેજ ઉપરાંત કૉમેડીની સાથે લખાયેલી છે જે તમારે એક વાર જરૂર જોવી જોઈએ.અને એવી ખૂબ જ ઓછી ફિલ્મ હોય છે જે તમારી સોચ ને બદલવાની તાકાત રાખે છે.અને બાલા આ ફિલ્મોમાંથી એક છે જે તમારી સોચ ને બદલી શકે છે.

         જો તમને લવ સ્ટોરી અને માર ધાડ વળી એક્શન ફિલ્મો ગમે છે તો બાલા તમને બોરિંગ કરી શકે છે.અને એમ પણ આ ફિલ્મ માં સપના વાળી દુનિયા નહિ પણ આપણી હકીકતની દુનિયાને બતાવવામાં આવી છે.


● 5 માંથી કેટલા સ્ટાર?

       મારા તરફ થી બાલા ને 5 માંથી 4.1 સ્ટાર!

         આમાંથી એક સ્ટાર આયુષમાન ની નેચરલ એક્ટિંગ માટે.

        બીજો સ્ટાર આપણી દુનિયાની હકીકતને બતાવવામાં આવી તેની માટે.

          ત્રીજો સ્ટાર ફિલ્મ ને એકદમ રિઆલિસ્ટિક(મસાલો એડ ના હોય તે) રાખવા માટે.

          ચોથો સ્ટાર ફિલ્મ ના ડાયરેકટર ને જેઓ બાલા ના કેરેકટર ને હકીકત બનાવવામાં સફળ થાય છે.

       

●ફિલ્મ નો નેગીટિવ પોઇન્ટ:

            1. 0.5 સ્ટાર કટિંગ થશે ફિલ્મ ના ગીતો માટે.કારણ કે ફિલ્મ નું કોઈ એવુ ગીત નથી જેને તમે ગાવાનું પસંદ કરશો.

             2. 0.5 સ્ટાર કપાશે ઉજડા ચમન જેવી ફિલ્મો સાથે થોડીક મળતી આવે છે તેની માટે.કારણ કે ઘણા એવા પોઇન્ટ છે જે ઉજડા ચમનમાં થી સીધા ફિલ્મ માં નાખવામાં આવ્યા છે.

                 હવે નિર્ણય તમારો છે કે બાલા ને પોતાની જિંદગીમાં લાવશો કે પછી મોટા સ્ટાર ની મોંઘી ફિલ્મ જોવાનું પસંદ કરશો.


     હું આશા કરું છું તમને મારું Film Review પસંદ આવ્યું હશે!


જય જય ગરવી ગુજરાત

જય શ્રી કૃષ્ણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ