વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મિત્ર

   મિત્ર

 

~~~~~~~~~~~~~~

 

 

માની મમતા છે મિત્ર,

પિતાની હૂંફ છે મિત્ર,

ભાઈનો સ્નેહ છે મિત્ર,

બહેનની નોકઝોંક મિત્ર.

સુખનો સંગાથ છે મિત્ર, દુઃખનો ભાગીદાર મિત્ર.

આશાનું કિરણ છે મિત્ર,

હતાશાનો ભોગ બને છે મિત્ર

તો વિશ્વાસનો શ્વાસ પણ ને આક્રોશનો શિકાર પણ મિત્ર

રાખે હૈયું વિશાળ મિત્ર ને

મને પણ એમાં સમાવે મિત્ર.

નીલ ગગને ઉડવા પાંખ છે

તો હેતભરી આંખ છે મિત્ર.

રૂઠે તો મનાય છે ને ફરી

ફરી રીસાય છે મિત્ર.

આંખે અશ્રુધાર છે મિત્ર

તો હૈયે હેતનો હાર છે મિત્ર.

રીસામણાનો ભાર છે તો

માફીનોય હકદાર છે મિત્ર.

વહાલુડો વિસામો છે તો

બે લાફાનોય ખાનાર છે મિત્ર.

વધુ તો શું કહું?

ઈશથી અજાણ છું હું પણ

ઈશ્વરનો અવતાર છે મિત્ર.©

 

:- નૂતન તુષાર કોઠારી 'નીલ'

 

તા.: 7/11/2019




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ