વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનકહી લાગણી.

હું રોજ રોજ લખું છું તને,
તુ ક્યારેક તો વાચ મને.!!
રોજ રોજ સપના જોવુ છુ તારા,
તું ક્યારેક તો હકીકતમાં મળ મને.!!
ખુલ્લી કિતાબ ની જેમ ફરું છું  હું,
તું ક્યારેક તો જાણવાનો પ્રયાસ કર મને.!!

મારુ લખવાનું ચાલુ હતું અને એક હાથમાં ચાનો કપ.

  હું તો તેને યાદ કરી રહ્યો હતો તે જ અચાનક  સામે  દરવાજો ખોલીને કાફેમાં પ્રવેશતા જોઈને મને આશ્ચર્ય થયું.

आज शामे वही फिर से आई,
यारो देखो खुदा की खुदाई।
आज मेरे दर पर वह खुद चलकर आए ,
क्या यह सच है या हैं एक फसाना।

'Hii રોહન,
મને ઓળખી કે નહીં.
'કેવી વાત કરે છે, ઓળખતો જ હોવું ને.
how are you'
'I am great,

'કેમ તુ અહીંયા આ કાફેમાં'
હું તો દરરોજ આવું છું.'
'મે તો તને પહેલી વાર જોઈ.'
'અહી મળવાનું નક્કી કર્યું છે ,મારા દોસ્ત આવવાના છે.
'મારા દોસ્ત ન આવે ત્યાં સુધી હું અહીં બેસી શકું.'
'હા જરૂર  હુ પણ એકલો જ બેઠો હતો.'

'કોલેજ પૂરી થઈ એ બે વર્ષ થઈ ગયા શું કરે છે? અને તારી ગર્લફ્રેન્ડ મજામાં છે ને?'

'અરે તુ પણ બધાની જેમ એવું સમજે છે ?એ  મારી ગર્લફ્રેન્ડ નથી.'
'ok but,
nice girl'

'મેં સાંભળ્યું છે કે તારા લગ્ન નક્કી થઈ ગયા છે?
તને તારો મિસ્ટર રાઈટ મળી  જ ગયો.'

'હા યાર .

શું દિવસો હતા નહીં
હું ખૂબ જ મિસ કરુ છું બધાને.'

'સાચું કહ્યું કોલેજ ના એ દિવસો ,એની તો વાત જ કંઇક અલગ છે.'
'નતાશા તો તારી ગર્લફ્રેન્ડ ન હતી પણ જણાવ તો ખરા  કોઈક તો ગર્લફ્રેન્ડ હશે ને.'

'હા હવે તે મારી ગર્લફ્રેન્ડ નો ઉલ્લેખ કર્યો છે તો તને જણાવી દવ કે હતી એક ગર્લફ્રેન્ડ.
ખૂબ જ પ્રેમ કરતો હતો પણ તેને જણાવી ન શક્યો.

તેની નજીક મારે જવું હતું.
તેની જોડે મારે વાત કરવી હતી.
પણ હુ તો કશું  જ ના કહી શક્યો ,હું તો બસ એને છુપાઈ છુપાઈને દરરોજ એને જોયા જ  કરતો હતો.
તે મારી જોડે જ્યારે પણ વાત કરતી હતી ત્યારે મને અલગ જ અહેસાસ થતો હતો.
તે મારી સામે જોવે ત્યારે  હું મારી નજર હટાવી લેતો હતો.
તે મારી યાદોમાં આજે પણ મોજૂદ છે.
મને લાગે છે કે હજુ પણ હું તેને પ્રેમ કરું છું, અને હમેશા કરતો રહીશ.'
'તુ તો  ખૂબ જ પ્રેમ કરે છે એને, આટલો બધો પ્રેમ...
પણ તે એને  જણાવ્યું  કેમ નહીં?
એવું તે શું કારણ હતું?
કે તું જણાવી ન શક્યો?
તું પણ ખરો છે.'

'મને ડર લાગતો હતો.'

એવું તે કેવું ડરવાનું, વધારેમાં વધારે તે' ના 'પાડી દેત.
ને ના ગમત તો થોડી ગાળો બોલી દેત.
પણ એક 'હા' પાડવાનો ચાન્સિસ હતો ને.'

'તું સમજી નહીં  મને ડર લાગતો હતો કે તે' હા' ના પાડી દે.'
'ઓહ!!
એમાં ડરવા જેવું શું  હતું?'
એ દિવસોમાં મારી હાલત ઠીક નહોતી.
  કરિયર  ,ફ્યુચર બધું જ unstable હતું શું થશે એ ખબર જ નહીં.
અને ફ્યુચર તો એવી વસ્તુ  છે કે ક્યારે શું થવાનું છે કોઈને ક્યાં ઈ ખબર હોય છે ..પણ એક ભરોસો હોય છે... મારી જોડે તો તે ભરોસો  પણ ન હતો.

હું તેને કોઈ તકલીફ આપવા માંગતો ન હતો તે મારા કરતા પણ બીજા જોડે વધારે ખુશ રહેત.

જિંદગીમાં કોઈ જ પ્રોબ્લેમ ઊભી કરવા નથી માગતો અને તે એક જણ જોડે મેરેજ પણ કરવાની છે. અને જલ્દી લગ્ન પણ કરી લેશે.'

'એવું તો કોણ છે? આપણા ગ્રુપમાં.'

'તને જણાવીશ તો કદાચ એને પણ ખબર પડી જાય.'

' મને કેમ જાણ નથી કોલેજની આખી બેન્ચને તો હું ઓળખું છું.'

'હવે હું જવું રોશની.
તારા ફ્રેન્ડ પણ આવવાની તૈયારીમાં હશે.
અને મારે પણ થોડું કામ છે.
કદાચ ફરી કયારેક અચાનક આવી રીતે કાફેમાં
મળી જઈશું.
તારો ખ્યાલ  રાખજે.
Bye.'
चाय मेरा क्रस है बचपन से।
हम सुबह सुबह ही पहले मिलते थे।

फिर से आया सायंस में फिर पढ़ाई
पे तो दिन में दो तीन बार मिलते थे।

  मिलने के बाद एक एनर्जी मिलती है ।
और मेरी सारी थकान दूर हो जाती है ।

जब कोई समझ ना सके मुझे ,
तब समझती है मेरी चाय मुझे।


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ