વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું મળવાનું?

ગમતું જ હોઈ તો મેળવી લેવાનું, 

નજર અંદાજ કરીને શું મળવાનું?

મળવું જ હોઈ તો મળી લેવાનું, 

ઇચ્છાઓને મારીને શું મળવાનું?

દિલમાં કાંઈક છે તો કહી દેવાનું, 

કાંકરી ચાળો કરીને શું મળવાનું?

પ્રેમ કરે છે તો વરસી જ જવાનું, 

માત્ર કલ્પ્નાઓ કરીને શું મળવાનું,

મળે મોકો તો કર્મ કરી અજમાવાનું

નસીબ પર રડવાથી શું મળવાનું?

જગ્યા મળે ત્યાં ઉગી નીકળવાનું, 

અમથી રાહ જોવાથી શું મળવાનું?

જન્મ મળ્યો છે તો સફળ બનવાનું,

નિષ્ફળતાઓથી ડરીને શું મળવાનું?

માણસ છો તો માણસાઈથી રહેવાનું, 

જીવન ઢોર જેવું જીવીને શું મળવાનું?

ગજું નથી તોપણ સ્વપ્નું મોટું જોવાનું, 

ચમચી લઇને માંગશો તો શું મળવાનું?

છે વિશ્વાસ તો અંત સુધી લડી લેવાનું, 

ચિંતા પરિણામની કરીને શું મળવાનું?

વર્તમાન ક્ષણોમાં સો વખત જીવવાનું,

વીતેલ સમય માંથી પાછું શું મળવાનું?

શરૂ કર્યું છે તો પૂરું કરીને જ બેસવાનું, 

અધવચ્ચે હિમ્મત હરવાથી શું મળવાનું? 



-  મિલન અંટાળા (સુરત) 

@milan_poetry_lover 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ