વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારા વગર

એકક્ષણ પણ હું રહી શકતો નથી તારા વગર,

પાઠ  જીવનનાં  ભણી શકતો નથી તારા વગર. 


પ્રેમ  દિલમાં   હું ભરી શકતો નથી તારા વગર,

કોઇ  દી'  ખુદને મળી શકતો નથી તારા વગર. 


જિંદગી  સામે   લડી શકતો  નથી તારા વગર,

હામ  ભીતરમાં  ભરી શકતો નથી તારા વગર. 


ફૂલ   માફક  મ્હેકું  છું  જીવનમાં તારા કારણે, 

બાગ જીવનને  ગણી  શકતો નથી તારા વગર. 


સ્વર્ગથી  સુંદર  બનાવી  દીધી  મારી જિંદગી, 

કલ્પના  મારી  કરી  શકતો  નથી તારા વગર. 


-ઉમેશ તામસે 'ધબકાર', 

   વ્યારા (તાપી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ