વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હા, હું રાહ જોઉં છું....



એમણે પૂછયું, શું પ્રેમમાં સીમાઓ હોય?

શું એના પણ પ્રકાર હોય? કૌટુંબિક,મૈત્રી, 

શૃંગારિક,મહેમાનગતિ,દિવ્ય કે શાશ્વત ?

મેં કહ્યું, પ્રેમ તો પ્રેમ હોય સર્વવ્યાપી છંદ,

ૐકાર રૂપી અનંત દેશનો અવિરત પંથી,

ન રોકયો રોકાય,ન ઝાલ્યો ઝલાય..

પરંતુ,

મેં દોરી છે લક્ષ્મણ રેખા સંસ્કારોના થકી,

કરી નાકામ કોશિશ પ્રેમને બંધક બનાવી,

સ્ત્રી છું, પ્રેમને દિલનો કેદી જ બનાવી શકું,

હક ક્યાં આપે છે સમાજ પ્રેમનાં સ્વીકારનો.


હા......... હું રાહ જોઉં છું એવા સમાજની,


જ્યાં પૂજાય છે રાધિકાનો પ્રેમ 

ત્યાં સામાન્ય સ્ત્રીનો કેમ નહિ?

પૂજાય નહિ તો વાંધો નથી જ,

બસ ન દંડાય, ન થાય બદનામ.

નથી ચાહ વારસાઈ અર્થોપાર્જનની

કે છું હાલ તો બધી રીતે સક્ષમ હું.

ભલેને કોર્ટ પણ આપે સંપત્તિ હક

કહેવાતા આધુનિક સમાજમાં

તોડી સૌ બંધન ઇચ્છું પ્રેમહક.


હા હું રાહ જોઉં છું............


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ