વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ક્ષણ, બે-ચાર

પ્રેમ માટે ક્યાં ઉંમરની જવાની જોઈએ,

હૈયે ફકત થોડા વમળ તૂફાની જોઈએ.


મલ્લિકા ને પરીઓના હુશ્નનું શું કરું હું?

કાં મીરાં કાં રાધા જેમ કોઈ દીવાની જોઈએ.


એકાદ પ્રેમપુષ્પ ખીલે જીવનમાં તોય ઘણું,

આપણે ક્યાં લૈલા-મજનુની કહાની જોઈએ.


માત્ર લોહીના હોય એ જ હમેશ ટકે એવું નથી,

સંબંધમાં બે તરફ લાગણીની રવાની જોઈએ


માવઠાઓ તો હમેશાં નુકસાની જ નોંધાવશે,

વર્ષાની ક્ષણ બે-ચાર થોડી મજાની જોઈએ.


નિશાન એમ. પટેલ"સ્વાગત"

01/08/2020ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ