વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હિંચકો

હું નાનો હતો ત્યારની વાત છે -

તે દિવસે હું ખૂબ રડેલો

એક હિંચકા કાજે !!


આખ્ખું ઘર માથે લઈ, ધમપછાડા કરી

મેં દાદુ પાસે 'હિંચકો' બંધાવેલો..


આંગણામાં વર્ષો જુનાં એ લીમડાની ડાળે

દાદુએ લાકડાનું પાટીયું ને દોરી લઈ

હિંચકો બાંધી મને બેસાડેલો !

બસ, પછી તો આખ્ખો દિવસ હીંચ્યા કરતો...


સવાર પડતાં જ હિંચકા પર જઈ હીંચ્યા કરવાનું

ને, ઘણીવાર તો મારી સવાર જ હિંચકા પર થતી...


આજે એ હિંચકો શોધવા આવ્યો છું,

મારા હીંચતા સ્મરણોને વાગોળવા આવ્યો છું,

હિંચકા પરથી ઉગતી સવાર ને આથમતી રાત જોવા આવ્યો છું...


પણ, હિંચકાને'ય કોક લઈ ગયું છે

મારા દાદુની સાથે સાથે....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ