વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂત

"રાત એક એવો સમય છે. જ્યારે સમગ્ર સૃષ્ટિ પર અંધકારનું સામ્રાજ્ય ફરી વળે છે. અલોકિક તાકાતો આ સમયે સક્રિય થાય છે." દાદી બાળકોને કહી રહ્યા હતા.


"દાદી બચ્ચાઓ સાથે આવી ભૂતિયા વાતો ન કરાય!  તેના મગજમાં આવા જ વિચારો ઘૂમ્યા કરશે! બાળકો અંધારામાં કોઈનો પડછાયો જોશે તો પણ ડરી જશે, સતત કોઈ એક ને એક વસ્તુઓના વિચારો કરવાથી તે દેખાવા લાગે છે તેવું  વિજ્ઞાન કહે છે. આપણે જે વિચારીએ છીએ તેની છબી આપો આપ મગજ ઊભી કરી લે છે." એક વીસ વર્ષના સંદીપે કહ્યુ.

સંદીપે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.


"બેટા, આ ભૂત-પ્રેત બધું સાચું હોય છે આ તો જેને અનુભવ થાય એ જ જાણે..." દાદીએ કહ્યું.


"દાદી, આ જમાનો વિજ્ઞાનનો છે. આજે માણસ કયાંને ક્યાં પોહચી ગયો છે. ભૂત-પ્રેતના અસ્તિત્વને જ માણસ માનતો નથી. આપણો આજ ફ્લેટ જોઈ લ્યો! અહીં જ એક ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન છે." સંદીપે કહ્યું.


"કબ્રસ્તાન! મને લાગતું હતું અહીં કઈક છે. મને  અલગ અનુભૂતિ થઈ જ રહી હતી. મારો અહીં મન મુંજાઈ રહ્યો હતો."દાદીએ કહ્યું.


"દાદી આ મનનું વહેમ છે. જ્યારે મેં તમને કહ્યું ત્યારે તમે એ તારણ પર પોહચ્યા! એ પહેલાં તો તમે એવું જ માનતા હતા કે હવાફેરના કારણે અહીં તમારું મન નહિ લાગતું હોય!" સંદીપે કહ્યું.

બચ્ચા,દાદી રૂમમાં જતા રહ્યા, હું બહાર સોફા પર જ પડ્યો રહ્યો. ન ચાહતા પણ મનમાં ભુત-પ્રેતના વિચારો ઘર  કરી રહ્યા હતા.


આ ભૂત-પ્રેત, મેલી વિદ્યા જેવી ગેરમાન્યતાઓ  હજારો વર્ષથી આપણી સંસ્કૃતિમાં એવી રીતે ઘુસી ગઈ છે કે તેને બહાર કાઢવું મુશ્કિલ નહિ નામુંકીન છે. આ માન્યતાઓ એવી રીતે આપણા મગજમાં થોપવામાં આવી છે કે ખબર જ ન પળી કે આ ક્યારે તે ઘર કરી ગઈ!


દાદી કહેતા હતા કે ઈશ્વર છે તો શૈતાન પણ છે. પ્રકાશ છે તો અંધકાર પણ છે. આપણેને ભગવાનમાં શ્રદ્ધા છે તો શૈતાનના અસ્તિત્વને કેવી રીતે નકારી શકીએ? અહીં દાદીની વાતને નકારી શકાય તેવો કોઈ તથ્ય મારી પાસે ન હતો.


વિચારોમાંને વિચારોમાં રાત્રીના ત્રણ વાગી ગયા હતા. હું પથારીમાં પડખાઓ ફેરવી રહ્યો હતો. ઊંઘ મારાથી હજારો જોજન દૂર હતી. હું પાણી પીવા માટે રસોડામાં પ્રવેશયો. સામે ખ્રિસ્તઓના સ્મશાનમાં કોઈ હલનચલન થઈ રહ્યું હોય તેવું લાગતું હતું.

કોઈ સફેદ આકૃતિ દૂરથી જ દેખાઈ રહી હતી. ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે શરીર છોડી આત્મા એક જ્યોતનું રૂપ ધારણ કરે છે. એક એવી જ સફેદ જ્યોત મારી સામે દેખાઇ રહી હતી. શું તે આત્મા છે?


હું બારીની  વધારે નઝદીક ગયો.દાદીની વાતોની અસર હતો કે હું સપનામાં હતો. ત્યાં ખરેખર કોઈ તો છે. તે જ દિશામાં પાછળની જાળીઓમાંથી એક સાથે ચાર ચાર આંખો મને તાકી રહી હતી. હું ગભરાઈ ગયો.

હવે મને ડરનો અનુભવ થઈ રહ્યો હતો. મેં બારીઓ બંધ કરવાનો નિરર્થક પ્રયત્ન કર્યો! હવાના એક જોકાએ જાણે થપાડ મારી હોય તેંમ મને પાછળ ફંગોળી દીધો!

બારી જોરજોરથી ખુલ્લ-બંધ થઈ રહી હતી. મારા શ્વાસ મારી ધડકન તેનાથી પણ વધુ જોરથી ચાલી રહી હતી.


"શું કરી રહ્યો છે?" પાછળથી મમ્મીનો અવાજ આવ્યો.


"અ... આ...કાંઈ નહિ બસ....પાણી....."


સમાપ્ત.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ