વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફરી મળી લઈએ


ચાલને આપણે બન્ને, ફરી મળી લઈએ,

અધૂરી રહેલ પ્રીતને, પુરી કરી લઈએ,
બેરંગ થયેલ જિંદગીમાં, રંગ ભરી લઈએ,

ખોવાયેલ મુસ્કાનને, ફરી ગોતી લઈએ,
એકબીજાના ડુસકા ને, ફરી સાંભળી લઈએ.

ચાલને આપણે બન્ને, ફરી મળી લઈએ,

સુના પડેલ બાંકડે, ફરી બેસી લઈએ,
સુગંધ તે રાતરાણીની, ફરી માણી લઈએ,

અધૂરા દરેક અરમાનો, પુરા કરી લઈએ,
સ્વર્ગલોકથી પૃથ્વીનો, રસ્તો ગોતી લઈએ,

ચાલને આપણે બન્ને, ફરી મળી લઈએ,

બદલાયેલ સરનામાની, આપ લે કરી લઈએ,
તું આવ, કા મને બોલાવ, તે, નક્કી કરી લઈએ,


છોડી આજ, ભૂતકાળમાં, ફરી જીવી લઈએ,
અંગોને નહિ એકમેકની, રુહને સ્પર્શી લઈએ.

ચાલને આપણે બન્ને, ફરી મળી લઈએ,

તારી તસ્વીરના હાર, ચાલને કાઢી લઈએ,
નામ આગળનું સ્વર્ગવાસી, રબરથી ભૂંસી લઈએ,

તારી જડ તસ્વીરમાં, ચેનતાનાં ભરી લઈએ,
"હું ખૂબ તને ચાહું છું", ફરી કહી લઈએ.

ચાલને આપણે બન્ને, ફરી મળી લઈએ,

"શું કર્યું એકલતામાં?" તે, પ્રશ્ન પૂછી લઈએ,
આવતા જનમ ક્યાં મળશું? તે, નક્કી કરી લઈએ.

વર્ષો પછી એકમેકમાં, ફરી ઓગળી લઈએ,
'નિરાલી' આપણી પ્રીતને, અમર કરી લઈએ.

ચાલને આપણે બન્ને, ફરી મળી લઈએ,

અમી...(નિરાલી...)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ