વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સીમા ચિહ્ન બનતી હું જાઉં....

હું તો છું એક નાનુંશુ પતંગિયું

પણ ફૂલોને ખીલવી સુગંધ ફેલાઉ..


હું તો છું એક ખારો સમંદર

પણ ઘેલી નદીઓને મારી અંદર સમાઉ..


પર્ણ વિનાનું ઝાડ છું હું પાનખરનું

નિરાશ થયેલાઓને આશા અપાઉ..


કાજળઘેરી રાત છું હું અંધારી

ચાંદ અને તારાઓની સાથી કહેવાઊ..


છું હું એક ઝરણું મીઠું નાનકડું

બંસીના સૂરોમાં વહેતું હું જાઊ..


હું તો છું નાની ને લેખિની પણ નાની

તોય અનેક હૃદયે 'સીમા' ચિહ્ન બનતી હું જાઊ...



ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈનો કે જેમણે "હું અને તું" કવિતાના શબ્દો થકી એક અલગ જ રચનારીતિ સાથે આ કવિતાનું સર્જન કરવામાં મોટો ફાળો આપ્યો.હું દિલથી આભાર માનું છું આપનો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ