વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વર્ષાગીત


વર્ષારાણી આવે,

​મેઘરાજાને લાવે,

આકાશમાંથી વાદળ વરસે,

​ધરતીમાતાને ભીંજાવે.

મોસમના પહેલાં વરસાદમાં ભીંજાવાનો આનંદ આવે,

મમ્મી ગરમાગરમ ભજીયાંનો નાસ્તો કરાવે,

કાગળની હોડીઓ  ભૂલકાંઓ પાણીમાં તરાવે,

નાના નાના ખાબોચિયામાં કૂદાકૂદ મચાવે.

બારીના કાચ પર વરસાદના ટીપાં બાઝે,

વાદળોના ગડગડાટ સાથે વીજળી પણ ગાજે,

મારી પ્રિય વર્ષાઋતુ છે અનોખી,

ખૂબ પ્રેમથી કહે મને, ચાલ ભીંજાય જા "પાખી"


✒️પ્રિયાંશી શાહ "પાખી"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ