વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ હું!

કૃષ્ણ એ જ હું,

રાધા રૂપક તું.સપ્ત જન્મનાં આંટાફેરા છતાં વિધિ સમક્ષ વિફળ હું.

ઘનઘોર ઘટા સમી હાથ લંબાવતી આગમ-અષ્ટમી તું.મધુર રૂદન કરી કારાવાસમાં આગમન કરતો હું.

મધરાત્રીએ મુજ રક્ષણની નિંદ્રા-વમળ એ જ તું.પિતૃ મસ્તિષ્ક પર બિરાજમાન, માતૃભૂમિ ભ્રમણ કરું હું.

મુજ આગમનથી ગાંડીતૂર બની વહેતી યમુના સરિતા તું.ગોકુળની ગલીઓમાં મુજને તકતી લાખ ગોપીઓ માત્ર તું.

અપાર લીલામાં સૌનો પ્રેમી છતાં ફક્ત ને ફક્ત રાધારમણ હું.વાટ પકડી મથુરાની, ક્ષણ ક્ષણ તને તડપાવતો હું.

રાધામાંથી મીરાં બની, કળિયુગ સુધી સાથ નિભાવતી તું.રાધા, રુક્મિણી, સત્યભામા અને મીરાં પણ તું ને તું જ.

સુદામા, નરસિંહ, સર્વભક્ત, કે પછી સમગ્ર અવની જ તું?
હું જ તું અને તું જ હું,

આમ છતાં,

કૃષ્ણ હું અને રાધા તું?- The 3rd One


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ