વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાવન તીર્થ

શીર્ષક :- પાવન તીર્થ


છંદ :- (લગાગાગા× લગાગાગા×લગાગાગા× લગાગાગા)



તને મારો, મને તારો સહારો છે તો જીવન છે.


ભજું દિલથી તને માધવ, જો તું છે તો આ ઉપવન છે.



મધુર સૂરો મને ખેંચે, બધાં કાર્યો વિસારીને,


ખુલા ચરણે હું દોડું છું, જો તું છે તો આ મધુવન છે.



મહીડાં વેચવા હાલી, ન માખણ ચોરનારો છે.


ન કંકર મારનારો છે, સજળ મારાં આ ચિતવન છે.



ગલીઓ કુંજની ખાલી, વિલખતાં ગોપ નર-નારી,


છલકતી આંખમાં યમુના,


વિરહથી ગ્રસ્ત યૌવન છે.



ન છૂટે મોહ તારો કે ન છૂટે ગામ ગોકુળિયું,


તને હું 'નીલ' સમજાવું, તિરથ આ બહુ જ પાવન છે.

©  નૂતન તુષાર કોઠારી 'નીલ'

- વાપી


 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ