વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાધા - કિશન

ભીતર બધાનાં આજ તો હરખાય છે રાધા-કિશન,

સૌના નયનમાં આંસુ થઇ છલકાય છે રાધા-કિશન.


મન ને હૃદય બંને તમે કોમળ જરા રાખી જુઓ;

આવી ઘણીયે વાતમાં સમજાય છે રાધા-કિશન.


વૃક્ષો, નદી, ઝરણાં, પહાડો લાગતાં સુંદર મને;

સૌમાં વસીને કેટલાં મલકાય છે  રાધા-કિશન.


કરવી  છે  વાતો  પ્રેમની  આજે  એકાંતમાં,

ને એટલે આજે ઘણાં શરમાય છે રાધા-કિશન. 


રમવાને કાયમ રાસ-ગરબા પ્રેમથી સંગાથમાં, 

તેથી જ તો શેરીમાં પણ અથડાય છે રાધા-કિશન. 


-ઉમેશ તામસે 'ધબકાર', 

   વ્યારા (તાપી)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ