વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારણહાર કે મારણહાર?

હું સમજતી'તી તને તારણહાર,

પછી બન્યો કાં તું મારણહાર?


થોભી જા ક્રૂર એ દંભી તું,

તારા નીરથી થઈ છું ગંભીર હું,

ઘરથી બેઘર મને કરી તે કેમ?

મારે ઘેર બનાવ્યો સાગર કાં?


હું સમજતી'તી તને તારણહાર,

પછી બન્યો કાં તું મારણહાર?


મારી રોજીરોટી છીનવી તે,

વહાણોને લગાવી તાળા તે,

હવે ભૂખ છીપાવું કુટુંબની કેમ?

શું આ જ છે તારો કરુણ કહેર?


હું સમજતી'તી તને તારણહાર,

પછી બનયો કાં તું મારણહાર?


આશાઓ પર તે પાણી ફેરવ્યું,

વર્ષોની મહેનત કરી બરબાદ,

હવે કેમ બચાવું ખેતી મારી?

શું છે કોઈ જવાબ પાસે તારી?


હું સમજતી'તી તને તારણહાર,

પછી બન્યો કાં તું મારણહાર?


જા જા ધિક્કારું હું તને,

મારી ડેમે તારું પુર વહે,

તાણ્યો કેમ તે મારો ઘર-સંસાર?

શુ આ જ છે તારો મીઠો કંસાર?


હું સમજતી'તી તને તારણહાર,

પછી બન્યો કાં તું મારણહાર?







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ