વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઝરમર ઝરમર વષૉ વરસી

ઝરમર ઝરમર વષૉ વરસી ખીલી આ ધરતી

નાચ્યાં મોર પંખ ફેલાવી ,, સુંદર મહેક ફેલાણી ...


હરખાયા બાળકો ને, સાથે મોટા પણ હરખાયા

વરસતા વરસાદ માં જુવો તો ખરી ફૂલ કેવા મહેકાયા...


ગરમીના આકરા તાપ થી,, તપયા હતા સૌ

વરસાદ ની અેક ઝલક થી પ્રાણી પણ ઠંડા થાયા .


પવનો ની લહેર સાથે, માટી ની ખુશ્બુ ચારે કોર ફેલાણી

ધરતી પણ જૂઆે તો ખરી આજે કેમ મલકાણી.


રાહ જોતી ખેડૂતો, આજે મલકમલક હસતા થાય

વરસાદ ના પાણી ઝલકતા ખેડુત નું મન પણ હરખાય.


ૠતું રાણી આજે બધેજ છવાણી ,સાથે ખુશી ખુશી

ચારે કોર ફેલાણી,, ખીલી છે આ દુનિયા મેઘધનુષ ના રંગબેરંગી રંગી રંગો થી આજે સજાણી..


ઝરમર ઝરમર વષૉ વરસી ખીલી આ ધરતી

નાચ્યાં મોર પંખ ફેલાવી ,, સુંદર મહેક ફેલાણી ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ