વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અબોલા મેહુલીયાથી

***  શોપિ વર્ષોત્સવ કાવ્ય સ્પર્ધા ***

    *** અબોલા મેહુલીયાથી ***

( નાની બાલિકાના કહેવા પ્રમાણે મેહુલો વરસતો નથી માટે તેણીએ મેહુલાથી અબોલા લઈ લીધા છે અને કવિતા વાટે તેને મીઠો ઠપકો આપે છે. )

કાળા ડિંબાગ વાદળ કરી, બેઠો લુચ્ચું લુચ્ચું ગર્જે,
જા નથી બોલવું,અબોલા છે તારાથી લ્યા મેહુલીયા.

ઉંચેરા આભલે ગડગડાટ અવાજે જીણું જીણું મલકે
જા નથી બોલવું અબોલા છે તારાથી લ્યા મેહુલીયા.

બોલાવું રોજ રમવા ને ભીજવવા તોય નથી આવતો
જા નથી બોલવું અબોલા છે તારાથી લ્યા મેહુલીયા.

નાહકનો શું વરસે તું ? ઘરમાં ગયા પછી મુજને,
જા નથી બોલવું અબોલા છે તારાથી લ્યા મેહુલીયા.

ઝરમરિયા કરી મુજને રમવા બોલાવી, કાયમ‌ તું છેતરતો
જા નથી બોલવું,અબોલા છે તારાથી લ્યા મેહુલીયા.

આમતો ધોધમાર વરસી,નદી તળાવડા છલકાવતો,
હું બોલાવુ તો ઘર પર બેસીને માત્ર ગડગડાટ કરતો,

મનખાની કલા છે છેતરપિંડીની તું ક્યાંથી શીખીયો ?
જા નથી બોલવું,અબોલા છે તારાથી લ્યા મેહુલીયા.

:- જય ભોલે -:

: વિજય વડનાથાણી...

ટિપ્પણીઓ

તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ